<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સૌથી વૃદ્ધ કાચબો બન્‍યો વિશ્વનું સૌથી વૃદ્ધ પ્રાણી

૧૭ જૂને જોનાથનને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ દ્વારા જમીન પર રહેતા દુનિયાના સૌથી વૃદ્ધ પ્રાણીનો ખિતાબ મળ્‍યો

 

નવી દિલ્‍હી, તા.૧૯: ૧૮૩૨ની સાલમાં જન્‍મેલો ગેલાપેગસ પ્રજાતિનો જોનાથન નામનો કાચબો અત્‍યારે વિશ્વમાં સૌથી વૃદ્ધ કાચબો ગણાય છે. આ ૧૯૪ વર્ષના જોનાથને તાજેતરમાં બીજો ઇતિહાસ રચ્‍યો છે. ૧૭ જૂને જોનાથનને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ દ્વારા જમીન પર રહેતા દુનિયાના સૌથી વૃદ્ધ પ્રાણીનો ખિતાબ મળ્‍યો છે. તેને સત્તાવાર રીતે ગિનેસનો આઇકન જાહેર કરવામાં આવ્‍યો હતો જે વિશ્વના સૌથી અસાધારણ રેકોર્ડધારકોને અપાતું સન્‍માન છે

(2:59 PM IST)