તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
ચાલુ યુદ્ધે સંબંધોમાં તિરાડ: ઈરાને કુવૈતમાં આવેલી ચાઇનીઝ ફર્મ પર કર્યો મિસાઈલ હુમલો:એક વ્યક્તિનું નીપજ્યું મોત
વૈશ્વિક રાજકારણમાં મોટો ગરમાવો: ચાઈનીઝ કંપનીના પરિસરમાં મિસાઈલ ત્રાટકતાં મચેલી ભારે તબાહી બાદ તણાવ વધ્યો

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોટી તિરાડ પડે તેવા સમાચાર સામે આવ્યા છે; ઈરાન દ્વારા કુવૈતમાં આવેલી એક ચાઇનીઝ કંપનીના પરિસરને નિશાન બનાવીને ઘાતક મિસાઈલોનો મારો ચલાવવામાં આવ્યો છે; આ મિસાઈલ હુમલામાં ચાઈનીઝ ફર્મના એક કર્મચારીનું નીપજ્યું મોત છે તેમજ મોટી આર્થિક અને ભૌતિક તબાહી સર્જાઈ છે; યુદ્ધના માહોલ વચ્ચે ઈરાન દ્વારા ચીન સાથે જોડાયેલી સંપત્તિ પર કરાયેલા આ હુમલાને પગલે કૂટનીતિક વર્તુળોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે; આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને અન્ય દેશો દ્વારા સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
આ હુમલા ત્યારે થયા જ્યારે અમેરિકી સેનાએ કહ્યું કે તેણે 'ઈરાન વિરુદ્ધ હુમલાનો એક મોટો તબક્કો' પૂર્ણ કરી લીધો છે. આ હુમલા જોર્ડનમાં અમેરિકન અડ્ડા પર ઈરાન દ્વારા અગાઉ કરવામાં આવેલા મિસાઇલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના 'ડઝનબંધ' ઠેકાણાઓ પર હુમલા કર્યા. તેમાં મિલિટરી કમાન્ડ સેન્ટર, મિસાઇલ અને ડ્રોન ફેસિલિટી, અને દરિયાકાંઠાની નિરીક્ષણ તથા ડિફેન્સ સાઇટ્સ સામેલ હતી. જોર્ડનની સરકારી સમાચાર એજન્સી 'પેટ્રા'એ દેશની સેનાના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું કે જોર્ડન દ્વારા મિસાઇલોને રોકવાથી કોઈ જાનહાનીના સમાચાર નથી.
ઈરાન યુદ્ધ વચ્ચે ચીન અને ઈરાનના સંબંધો સંતુલિત રહ્યા છે. પરંતુ આ દરમિયાન કુવૈતમાં ચીની ફર્મ પર ઈરાનનો હુમલો બંને દેશોના સંબંધોને તણાવપૂર્ણ બનાવી શકે છે. કૂટનીતિક રીતે ચીને અમેરિકા-ઈઝરાયેલના હુમલાઓની નિંદા કરી, ઈરાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાનું સમર્થન કર્યું અને યુદ્ધવિરામની અપીલ કરી. તેણે પાકિસ્તાન સાથે મળીને શાંતિ પ્રસ્તાવ આપ્યા અને ઈરાનને યુદ્ધ રોકવા માટે પ્રેરિત પણ કર્યો. ચીને પોતાને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપનાર દેશ તરીકે દર્શાવ્યો, જ્યારે અમેરિકાને અસ્થિરતા ફેલાવનાર ગણાવ્યો. સાથે જ તેણે અખાતી દેશો સાથે પણ સંતુલન જાળવી રાખ્યું, કારણ કે ત્યાં ચીન મોટા આર્થિક હિતો જોડાયેલા છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
