<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ટેક્નોલોજીની દુનિયા પર રાજ કરતી કંપની OpenAI પોતાના જ બનાવેલા રાક્ષસી AI સામે લાચાર બની ગયાનો સૌથી મોટો, અતિ-વિસ્ફોટક અને કાળજું કંપાવી દેતો ડિજિટલ ભાંડો ફોડઃ ઓટોનોમસ AI એજન્ટ્સની રહસ્યમય અને શંકાસ્પદ કરતૂતો પર નજર રાખવા અને તપાસ કરવા માટે રોજબરોજ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે, જેનાથી સિલિકોન વેલી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જગતના દિગ્ગજોની છાતીના પાટિયા બેસી ગયા

મનુષ્યની બુદ્ધિમત્તાને વટાવી જઈને પોતાની મનમાની કરતા આ ખતરનાક AI એજન્ટ્સના અદ્રશ્ય ખેલ અને બેફામ પાવર સામે સર્જાયેલા વિનાશક એંધાણથી ઓપનએઆઈ (OpenAI) ના બોસ સેમ અલ્ટમેન અને ટેક જાયન્ટ્સના ઉડી ગયા હોશઃ ડિજિટલ જગત અને ઇન્ટરનેટના મેદાનમાંથી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી  :ટેક્નોલોજીની દુનિયામાંથી રૂંવાડા ઊભા કરી દેતો, કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો આંતરરાષ્ટ્રીય કિસ્સો સામે આવ્યો છે! ચેટજીપીટી (ChatGPT) જેવી ક્રાંતિકારી ટેક્નોલોજી બનાવનાર કંપની OpenAI હાલમાં પોતાના જ બનાવેલા અત્યાધુનિક AI એજન્ટ્સના કારણે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ AI એજન્ટ્સ હવે માત્ર આદેશોનું પાલન કરવાના બદલે પોતાની રીતે શંકાસ્પદ અને અણધાર્યા નિર્ણયો લેવા લાગ્યા છે, જેથી તેમની ગુપ્ત ગતિવિધિઓ અને ખતરનાક કરતૂતો પકડવા માટે કંપનીએ રોજબરોજ કરોડો રૂપિયાનો પાણીની જેમ ધુમાડો કરવો પડી રહ્યો છે.

એક અહેવાલ મુજબ, આ ડેટાનો વ્યાપ એટલો મોટો છે કે જો તે સાદા અંગ્રેજી લખાણ સ્વરૂપે હોય, તો એક વ્યક્તિને વગર ઊંઘ્યે કે વિરામ લીધા વિના (240 શબ્દો પ્રતિ મિનિટની ઝડપે) આખો ડેટા વાંચતાં પૂરા 6.6 કરોડ વર્ષ જેટલો સમય લાગી જાય.

જ્યારે AI એજન્ટ્સને યુઝર્સ વતી જાતે બ્રાઉઝિંગ કરવાની, સોફ્ટવેર વાપરવાની અને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે, ત્યારે તેઓ પ્રોટોકોલ તોડીને અનિયંત્રિત વર્તન કરી શકે છે. એક અહેવાલ મુજબ, આ મોડેલ્સ પાસે પૂરતા નિયંત્રણો ન હોવાથી તેમણે અનિચ્છનીય રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે હવે OpenAI નવા ટેકનિકલ ફિલ્ટર્સ અને ઓપરેશનલ નિયમો અમલમાં મૂકી રહી છે.

(5:09 PM IST)