News of Wednesday, 3rd June 2026
ક્વેટા ટ્રેન બ્લાસ્ટનો પાકિસ્તાની સેનાએ વાળ્યો ભયાનક બદલો: આર્મીના પ્રચંડ ઓપરેશનમાં બીએલએ (BLA) ના ૧૭ લડાકૂઓ સદંતર ઠાર, સરહદ પર ભારે સનસનાટી
લોહીનો બદલો લોહીથી લેવા પાક. લશ્કરનો લોખંડી સપાટો: બલૂચિસ્તાનના પહાડી વિસ્તારોમાં ફાઇટર જેટ્સ અને ગનશીપ હેલિકોપ્ટર્સ તૂટી પડ્યા: બંને પક્ષે ભયાનક સામસામા ગોળીબારથી રણમેદાન ધણધણી ઊઠ્યું

નવી દિલ્હી: પાકિસ્તાન અને બલૂચિસ્તાન સરહદ પરથી કાયદો-વ્યવસ્થા અને લશ્કરી સંઘર્ષના લીરેલીરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો અને સણસણતો લશ્કરી અહેવાલ સામે આવ્યો છે. મળતી પાકી વિગતો મુજબ, થોડા સમય પહેલાં ક્વેટા રેલ્વે સ્ટેશન પર થયેલા ભયાનક ટ્રેન બ્લાસ્ટમાં અનેક નિર્દોષ લોકો અને સૈનિકોના મોત થયા હતા, જેનો બદલો લેવા પાકિસ્તાની સેનાએ ગુપ્તચરોની પાકી બાતમીના આધારે બલૂચિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર ઓપરેશન ક્લીન-સ્વીપ શરૂ કર્યું હતું. આ કડક સૈન્ય કાર્યવાહી દરમિયાન આર્મીએ બલૂચ લિબરેશન આર્મી (BLA) ના કમાન્ડરો સહિત ૧૭ રીઢા લડાકૂઓને ઘેરીને જાહેરમાં ઠાર માર્યા હોવાનો દાવો કરાયો છે!
પાકિસ્તાની સેનાએ મંગળવારે (2 જૂન) આ સમગ્ર ઓપરેશનની જાણકારી આપી. સેનાએ જણાવ્યું કે બળવાખોરો પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને પહેલાથી તૈયાર કરલા IED પણ જપ્ત કર્યા છે.
પાકિસ્તાની સૈન્યનું કહેવું છે કે, આ વિસ્તારોમાંથી બળવાખોરોનું નામોનિશાન મિટાવી દેવા માટે આ સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે. દેશમાંથી આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આતંકવાદ વિરોધી અભિયાનને પૂરી રફ્તાર સાથે ચલાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, 24 મેના રોજ બલુચિસ્તાનની રાજધાની ક્વેટાના લશ્કરી વિસ્તારમાં આતંકવાદીઓએ શટલ ટ્રેન પર બોમ્બથી હુમલો કર્યો હતો. આ ભીષણ બ્લાસ્ટમાં 14 લોકોના મોત થઈ ગયા હતા. આ ટ્રેન બ્લાસ્ટની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ લીધી હતી.
(5:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
