News of Wednesday, 30th September 2026
ઈરાનને ઘાતક હથિયારો પૂરા પાડવાના રાક્ષસી ખેલમાં સંડોવાયેલા પાકિસ્તાન અને હોંગકોંગ પર અમેરિકાનો સટાકથી પડેલો સૌથી મોટો અને વિનાશક પ્રતિબંધોનો હથોડોઃ આતંકના આ નગ્ન નાચનો પર્દાફાશ થતાં વૈશ્વિક રાજકારણમાં મચી ગયો ભયાનક ભૂકંપ
મધ્ય પૂર્વમાં આગ લગાડતા આ કાળમુખા નેટવર્ક પર યુએસ તંત્ર દ્વારા ત્રાટકવામાં આવતા દુશ્મન દેશોના ઉડી ગયા હોશઃ આંતરરાષ્ટ્રીય સુરક્ષાની ધજાગિયા ઉડી જતાં આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા અને ભયાનક હાહાકાર મચી ગયો

નવી દિલ્હી:વૈશ્વિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને મૂળમાંથી હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો કિસ્સો અમેરિકાના પાવર કોરિડોરમાંથી સામે આવ્યો છે! વૈશ્વિક શાંતિના દુશ્મન બનેલા ઈરાનને ગુપ્ત રીતે મિસાઈલ અને ઘાતક શસ્ત્રોની હેરાફેરી તથા હથિયારોની મદદ પૂરી પાડવાના કાળમુખા નેટવર્કમાં સંડોવાયેલી પાકિસ્તાની અને હોંગકોંગની કંપનીઓ તથા એજન્ટો સામે અમેરિકાની સરકાર દ્વારા અત્યંત કઠોર, તાનાશાહી અને મેગા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકન વહીવટી તંત્ર દ્વારા ઈરાનની સૈન્ય સપ્લાય ચેઈનને આર્થિક મદદ કરનાર તેમજ તેને આગળ વધારનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીથી ઈરાનની રક્ષણ વ્યવસ્થા અને હથિયાર બનાવવાની ક્ષમતાને ગંભીર ફટકો પડશે. આ નવું પગલું ટ્રમ્પ પ્રશાસનની તેહરાન પર આર્થિક દબાણ વધારવાની વ્યાપક રણનીતિનો એક ભાગ છે.
આ સમગ્ર કાર્યવાહી ટ્રેઝરી વિભાગના 'ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ' અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવી છે, જેનો હેતુ ઈરાની સરકાર સુધી પહોંચતા નાણાકીય પ્રવાહને અટકાવવાનો છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે સ્પષ્ટ કર્યું છે કે ઈરાની શાસનને કોઈપણ પ્રકારનું સમર્થન આપનારાઓને સહન કરવામાં આવશે નહીં અને તેમની ઓળખ કરીને તેમને અલગ-થલગ કરવાની ઝુંબેશ ચાલુ રહેશે. અમેરિકાની આ તાજેતરની આર્થિક કાર્યવાહીની સીધી અસર ઈરાનની અર્થવ્યવસ્થા પર જોવા મળી છે. તેહરાનમાં કારોબારીઓ દ્વારા એક અમેરિકન ડૉલરના બદલે 25 લાખથી વધુ રિયાલના ભાવે કારોબાર થતાં ઈરાની કરન્સી રિયાલ રેકૉર્ડ નિચલા સ્તરે પહોંચી ગઈ છે. આ અગાઉ યુદ્ધ શરૂ થયા બાદથી જ રિયાલ સતત નબળો પડી રહ્યો હતો.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
