<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાઝા આસિફનો મધ્ય પૂર્વમાં કાળમુખો સનસનાટીભર્યો ધડાકોઃ 'સાઉદી અરેબિયા પર હુમલો એ પાકિસ્તાન પર જ હુમલો ગણાશે:' હુથી બળવાખોરોને સણસણતી ખુલ્લી ચેતવણી

મધ્ય પૂર્વ અને અખાતી દેશોમાં યુદ્ધના ભયાનક ભડકા વચ્ચે પાકિસ્તાને લીધો રાક્ષસી નિર્ણય: સાઉદી અરેબિયાની સુરક્ષા માટે ઈસ્લામાબાદે આચરી સણસણતી કાળમુખી જાહેરાતઃ યમનના હુથી બળવાખોરો અને ઈરાન સમર્થિત જૂથો તરફ આંગળી ચિંધાતાં પાક. સંરક્ષણ મંત્રી ખ્વાઝા આસિફ ત્રાટક્યા:સાઉદીની સરહદ વટાવી તો સીધા પાકિસ્તાન સાથે રાક્ષસી યુદ્ધ થશે' તેવી ચેતવણીથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મસમોટો ફફડાટ

નવી દિલ્હી: ઈઝરાયેલ, ઈરાન અને મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલા ભયાનક રક્તપાત વચ્ચે ગ્લોબલ પોલિટિક્સના હોશ ઉડાડી દેતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દેતો ભયાનક વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાઝા આસિફે (Khawaja Asif) યમનના કાળમુખા હુથી (Houthi) બળવાખોરો અને વિદેશી તાકાતોને સણસણતી ચેતવણી આપતાં સ્પષ્ટ શબ્દોમાં ધડાકો કર્યો છે કે, "સાઉદી અરેબિયા પર થનારો કોઈપણ હુમલો એ સીધો પાકિસ્તાન પર જ હુમલો ગણાશે!
ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાન આ કરારથી સંપૂર્ણપણે બંધાયેલું છે. તેમણે ઉમેર્યું કે 'ઈંટનો જવાબ પથ્થરથી આપવો' હંમેશાં જરૂરી નથી હોતો. એટલે કે દરેક આક્રમક પગલાના જવાબમાં એ જ પ્રકારે આકરી જવાબી કાર્યવાહી કરવી અનિવાર્ય નથી. તેમણે આ બાબતને એક સુઆયોજિત રણનીતિ ગણાવી હતી. જેનો મુખ્ય હેતુ વિસ્તારમાં બિનજરૂરી તણાવ વધારવાથી બચવાનો છે. જોકે, તેમણે સ્પષ્ટપણે ઉમેર્યું હતું કે જરૂર પડવાના સમયે પાકિસ્તાન પોતાની તમામ તૈયારીઓ પૂર્ણ રાખશે.
મક્કા કરાર અંગે વધુ વિગતો આપતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ કરારમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ કે શંકાને સ્થાન નથી. આ કરાર હેઠળ જો 3 દેશોમાંથી કોઈ પણ 1 દેશ પર હુમલો થાય છે. તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે. આ એક સંપૂર્ણપણે સંયુક્ત સંરક્ષણ કરાર છે, જેમાં ભાગીદાર દરેક દેશની સમાન જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ માટે કોઈ વધારાની સ્પષ્ટતાની જરૂર નથી, કારણ કે કરારની શરતો અગાઉથી જ નિર્ધારિત થયેલી છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે યમનમાં વધી રહેલા તણાવને કારણે સમગ્ર મધ્ય પૂર્વ વિસ્તારમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખ્વાજા આસિફના આ નિવેદનથી સંકેત મળે છે કે પાકિસ્તાન હાલના તબક્કે સંયમ જાળવવાની નીતિ અપનાવી રહ્યું છે. પરંતુ તે જ સમયે સાઉદી અરેબિયાની સુરક્ષા અને અખંડિતતા જાળવવા માટેની પોતાની પ્રતિબદ્ધતામાંથી પાકિસ્તાન પાછું હટશે નહીં.

 

(5:42 PM IST)