તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
યુએનમાં પાકિસ્તાનનો કારમો પરાજય, મસમોટો ખેલ ખતમ: વૈશ્વિક મંચ પર ભારત વિરોધી પ્રોપગેન્ડાના લીરેલીરા ઉડ્યા: કિર્ગિસ્તાનની ધમાકેદાર એન્ટ્રીથી ઇસ્લામાબાદ સ્તબ્ધ
જર્મની જેવા મહાસત્તા દેશને પણ લાગ્યો કાળઝાળ આંતરરાષ્ટ્રીય ઝટકો: ભારે સનસનાટી: મતોની ખેંચતાણમાં પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડ્યા:ગ્લોબલ લેવલે કૂટનીતિનો નવો અધ્યાય શરૂ

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર (UN) ના હાર્દ સમાન ઉચ્ચ મંચ પરથી પાકિસ્તાનની નાપાક કૂટનીતિના આંતરરાષ્ટ્રીય સ્તરે ધજાગરા ઉડાવતો એક અત્યંત ચોંકાવનારો અને સણસણતો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. મળતી પાકી વિગતો મુજબ, યુએનની મહત્વપૂર્ણ સમિતિઓ અને સીટ માટે યોજાયેલી હાઈ-વોલ્ટેજ ચૂંટણીમાં પાકિસ્તાને પડદા પાછળ મસમોટી ગોઠવણો કરી હતી, પરંતુ મતદાન શરૂ થતાં જ પાકિસ્તાનનો આખો પાસા ઉંધો પડી ગયો હતો અને તેનો સરેઆમ ખેલ ખતમ થઈ ગયો છે! આ વૈશ્વિક ચૂંટણીમાં નાનકડા મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાને અકલ્પનીય મતો મેળવીને પહેલીવાર ઐતિહાસિક એન્ટ્રી કરી લીધી છે, જેનાથી આખું પાકિસ્તાન પ્રશાસન ધ્રુજી ઉઠ્યું છે.
કિર્ગિસ્તાનનો આ નવો કાર્યકાળ 1 જાન્યુઆરી, 2027થી શરૂ થઈને 31 ડિસેમ્બર, 2028 સુધી એટલે કે પૂરા 2 વર્ષ માટે ચાલશે. વર્ષ 1992માં સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ થયા બાદ, ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કિર્ગિસ્તાનને વિશ્વની સૌથી પાવરફુલ સુરક્ષા પરિષદની ટેબલ પર બેસવાની ઐતિહાસિક તક મળી છે.
એશિયા-પેસિફિક સીટ મેળવવા માટે કિર્ગિસ્તાન અને ફિલિપાઇન્સ વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો. પૂરા 4 રાઉન્ડના મતદાન બાદ, કિર્ગિસ્તાને 142 મતોની ભારે બહુમતી સાથે જીત મેળવી હતી, જ્યારે ફિલિપાઇન્સને માત્ર 49 મત મળ્યા હતા.
હાલમાં પાકિસ્તાન સુરક્ષા પરિષદનું બિન-સ્થાયી સભ્ય છે, પણ 2026ના અંતે તેનો કાર્યકાળ પૂરો થતાં જ તેણે પોતાની ખુરશી ખાલી કરવી પડશે. આ ચૂંટણી બાદ પાકિસ્તાન ઉપરાંત ડેનમાર્ક, ગ્રીસ, પનામા અને સોમાલિયા પણ વર્ષ 2026ના અંતમાં પોતાનો સમયગાળો પૂરો કરી રહ્યા છે. આ તમામ 5 દેશોના સ્થાને હવે નવા ચૂંટાયેલા દેશો જવાબદારી સંભાળશે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
