<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ઓફિસ કે ઘરે કલાકો સુધી ખુરશી તોડતા લોકો સાવધાન: લાંબા સમય સુધી એકધારા બેસી રહેવાથી કેન્સરનું ભયાનક જોખમ વધતું હોવાનો ચોંકાવનારો ખુલાસો

આધુનિક લાઈફસ્ટાઈલ બની રહી છે જીવલેણ: લાંબી બેઠક શરીરના મેટાબોલિઝમને બગાડીને ગંભીર રોગોને ખુલ્લું આમંત્રણ આપે છે

નવી દિલ્હી :એક વૈજ્ઞાનિક સંશોધન (સ્ટડી) દરમિયાન સામે આવેલા અત્યંત આંચકાજનક અહેવાલ મુજબ, જે લોકો દિવસ દરમિયાન લાંબા સમય સુધી સતત એક જ જગ્યાએ બેસી રહે છે, તેમનામાં કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ સામાન્ય લોકો કરતાં ઘણું વધારે વધી જાય છે. નિષ્ણાતોના મતે, કલાકો સુધી શારીરિક હલચલ ન થવાને કારણે શરીરમાં સુગર અને ફેટનું પ્રમાણ બગડે છે, સોજો (ઇન્ફ્લેમેશન) વધે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે, જે પાછળથી કેન્સરની ગાંઠો વિકસાવવામાં કારણભૂત બને છે. આરોગ્ય જગતના તબીબોએ આ સ્થિતિને અત્યંત ગંભીર ગણાવીને લોકોને દર કલાકે થોડી મિનિટોનો બ્રેક લેવા, ચાલવા અને બેઠાડુ જીવનશૈલી બદલવા માટે કડક શબ્દોમાં લાલબત્તી ધરી છે.

આ રિસર્ચ પોપ્યુલર સાયન્સ જર્નલ PLOS Medicineમાં પ્રકાશિત થયું છે. રિસર્ચસે યુકે બાયોબેન્કમાં નોંધાયેલા ૯૧,૦૦૦થી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું. આ રિસર્ચમાં ભાગ લેનારાઓએ એક અઠવાડિયા સુધી હાથમાં એક્ટિવિટી ટ્રેકર પહેર્યા હતા અને ત્યારબાદ તેમની હેલ્થ પર એવરેજ ૧૨ વર્ષ સુધી નજર રાખવામાં આવી હતી.સ્ટડીમાં જાણવા મળ્યું કે દિવસ દરમિયાન ૩૦ મિનિટથી વધુ સમય સુધી એકધારું બેસી રહેવું અથવા સુસ્ત સ્થિતિમાં રહેવું કેન્સરથી મૃત્યુના વધેલા જોખમ સાથે જોડાયેલું હતું. સતત નિષ્ક્રિયતાના દરેક વધારાના એક કલાક સાથે કેન્સરથી મૃત્યુનું જોખમ અંદાજે ૧૦ ટકા વધતું જોવા મળ્યું.આ જોખમ ઘટાડવા માટે ભારે કસરત જ જરૂરી નથી. સતત બેસી રહેવાથી મેટાબોલિઝમ, ઈન્સ્યુલિન રિઝિસ્ટન્સ અને ઈન્ફ્લેમેશન સંબંધિત સમસ્યાઓ થતી હોવાનું સામે આવ્યું હતું. જો દરરોજ એક કલાક લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે હળવી શારીરિક હિલચાલ જેમ કે સ્લો વોકિંગ, ઓફિસમાં થોડું ફરવું, સીડી ચઢવી અથવા ઘરકામ કરવામાં આવે તો કેન્સરથી મૃત્યુનું જોખમ આશરે ૧૨ ટકા ઓછું જોવા મળ્યું. જો એક કલાક કસરત કરવામાં આવે તો વધુ લાભ થઈ શકે છે.

 

(5:10 PM IST)