તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
જાપાનમાં ૭.૧ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ: તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી અપાતાં ભારે અફરાતફરીનો માહોલ
ધરતીકંપના જોરદાર આંચકાથી ઇમારતો ધ્રૂજી ઊઠી: દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસવા તંત્રની સૂચના

નવી દિલ્હી: જાપાનમાં ૭.૧ ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે; ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતાં જ અનેક શહેરોમાં ઊંચી ઇમારતો ધ્રૂજી ઊઠી હતી અને લોકો ભયના માર્યા ઘરો અને કાર્યાલયોમાંથી બહાર દોડી આવ્યા હતા; ભૂકંપની ગંભીરતાને ધ્યાને રાખી હવામાન ખાતા અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તટીય વિસ્તારો માટે તાત્કાલિક સુનામીની ચેતવણી (Tsunami Warning) જારી કરવામાં આવી છે; દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની શક્યતાને પગલે કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સત્વરે ઊંચા અને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કટોકટીની સૂચનાઓ આપવામાં આવી છે; અચાનક આવેલી આ કુદરતી આફતને પગલે વાહનો અને ટ્રેન વ્યવહાર ક્ષણિક ધોરણે રોકી દેવાયો છે તથા બચાવ અને રાહત ટુકડીઓને અલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જવા અને સત્તાવાર બચાવ સૂચનાઓનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. બ્રોડકાસ્ટર NHK ના અહેવાલ મુજબ, આ સ્તર સુધીની લહેરો પહેલેથી જ નોંધાઈ ચૂકી હોઈ શકે છે. જાપાન સરકારે ક્યુશુ આઈલેન્ડના કુમામોટો, નાગાસાગી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકી પ્રીફેક્ચર્સ માટે કટોકટી ભૂકંપ ચેતવણીઓ જારી કરી છે.
નોંધનીય છે કે એક અઠવાડિયામાં આ પ્રકારનો આ બીજો ભૂકંપ છે. અગાઉ 25 જૂનના રોજ ઉત્તરી જાપાનમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે તેમાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નહોતું. જાપાન દુનિયાના સૌથી વધુ ભૂકંપ સંભવિત દેશોમાં સામેલ છે, જે પેસિફિક "રિંગ ઓફ ફાયર" ની પશ્ચિમી ધાર પર ચાર મુખ્ય ટેકનિકલ પ્લેટ્સ પર વસેલો છે. આ ટાપુ સમૂહમાં દર વર્ષે સેંકડો આંચકા અનુભવાય છે અને વિશ્વના કુલ ભૂકંપોમાંથી લગભગ 18 ટકા જાપાનમાં નોંધાય છે.
જાપાન 2011ના વિનાશક 9.0 તીવ્રતાના સમુદ્રી ભૂકંપ અને સુનામીની વિભીષિકાને આજે પણ યાદ કરે છે. જેમાં આશરે 18,500 લોકોના મોત થયા હતા અથવા લાપતા થયા હતા અને ફુકુશુમા ન્યુક્લિયર પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું. તાજેતરમાં 20 એપ્રિલે પણ ઉત્તર જાપાનમાં 7.7 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે ટોક્યોની મોટી ઇમારતો પણ ધ્રૂજી ઉઠી હતી અને 10 લોકો ઘાયલ થયા હતા.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
