તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ક્વેટા રેલવે સ્ટેશન લોહીલુહાણ: પ્રચંડ આત્મઘાતી ધડાકો: ટ્રેનના પાટા પાસે આતંકીએ પોતાને ઉડાવ્યો: ૨૫ ના મોત, ૮૦ થી વધુ ઘાયલ
મુસાફરોની ભારે ભીડ વચ્ચે કાળમુખો વિસ્ફોટ:ચારેય તરફ વેરવિખેર લાશો: પેશાવર જતી ટ્રેન ઉપડે તે પહેલાં જ આતંકીઓએ ખેલ્યો લોહિયાળ ખેલ:બલૂચ લિબરેશન આર્મી (BLA) એ લીધી જવાબદારી

નવી દિલ્હી: પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત ફરી એકવાર શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઊઠ્યો છે. ક્વેટા રેલવે સ્ટેશન પર જ્યારે મુસાફરો ટ્રેનની રાહ જોઈને પ્લેટફોર્મ અને પાટાની નજીક મોટી સંખ્યામાં એકઠા થયા હતા, ત્યારે એક આત્મઘાતી હુમલાખોરે (Human Bomb) પોતાની જાતને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રેલવે સ્ટેશનનું આખું શેડ તૂટી પડ્યું હતું અને આસપાસના વિસ્તારમાં માત્ર લોહીના ખાબોચિયા અને માનવ અંગો વેરવિખેર જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ શટલ ટ્રેન ક્વેટા કેન્ટોનમેન્ટથી ક્વેટા રેલવે સ્ટેશન તરફ જતી હતી ત્યારે ચમન ફાટક પાસે આ ધમાકો થયો હતો. તેની એસોસિએટેડ પ્રેસ પાકિસ્તાને જણાવ્યું હતું.
બીએલએના પ્રવક્તાએ જણાવ્યું હતું તે ટ્રેન સૈનિકોને લઇને જતી હતી તેથી તે વિસ્ફોટ કરવો પડયો હતો.
સરકારના અધિકારીઓએ તો ૧૪નાં મોત થાયં હોવાનું જણાવે છે પરંતુ પોલીસે જ સત્તાવાર રીતે ૨૫થી વધુનાં મૃત્યુ થયાં હોવાનું કબુલ્યું છે. મીડીયા જણાવે છે કે મૃત્યુઆંક હજી વધવા સંભવ છે.
પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ કહ્યું હતું કે આ શટલ ટ્રેનમાં એક એન્જિન અને ૩ કોચ જ હતા પરંતુ જે ધમાકો થયો તેથી વાહનોના કાચ તેમજ મકાનોનાં બારી બારણાના કાચ તૂટી ગયા હતા. આ ટ્રેનમાં મોટા ભાગના લોકો ઇદની ઉજવણી માટે જઇ રહ્યા હતા.
(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
