<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

પૂર્વ પ્રેમીએ રેપ કર્યોઃ ૪૮૭ પુરુષો સાથે સુવા મજબુર કરીઃ ૨૫ વર્ષની કેદ

ફ્રાન્‍સમાં પૂર્વ પ્રેમીએ મહિલા પર સાત વર્ષ સુધી અત્‍યાચાર કર્યો : ઓનલાઈન મળેલા, સાથે કામ કરતા, દોસ્‍તો સહિતના પુરુષોની યાદી બનાવી આ શરમજનક કામ કરાવતો હતો : પ્રસુતીના તુરંત બાદ પણ રેપ કરાવતો રહ્યો, હત્‍યાની ધમકી આપતોઃ ઓપન કોર્ટમાં મહિલાની આપવીતી

પેરિસ,તા.૨૭: ફ્રાન્‍સની બેન્‍કના એક મેનેજરને કોર્ટે ૨૫ વર્ષની આકરી કેદની સજા ફટકારી છે, પોતાની ગર્લફ્રેન્‍ડ પર વારંવાર બળાત્‍કાર કરવા, ૪૮૭ પુરુષો સાથે સુવા મજબૂર કરવા  સહિત અનેક જઘન્‍ય અપરાધ બદલ આ સજા ફટકારવામાં આવી છે. આ દરમિયાન કોર્ટમાં પીડિત મહિલા ભાંગી પડી હતી અને તેણે જજ સમક્ષ પોતાના પર સાત વર્ષ સુધી ગુઝારાયેલી યાતનાઓ વર્ણવી હતી.

ફેસની બેન્‍કમાં મેનેજર તરીકે કામ કરતા ગુઇઝૌલ બુચ્‍ચીએ પોતાની જ પૂર્વ ગર્લફ્રેન્‍ડ લેટિટિયા પર અનેક વખત બળાત્‍કાર કર્યો, વર્ષ ૨૦૧૫થી ૨૦૨૨ સુધી તેના પર યાતનાઓ થતી રહી,  આંખોમાં આંસુ સાથે તેણે આ તમામ યાતનાઓનું કોર્ટમાં વર્ણન કર્યું હતું. તેણે જજને કહ્યું હતું કે હું અંદરથી મરી રહી હતી, આરોપી બુચ્‍ચી ઓનલાઇન મળેલા અજાણ્‍યા શખ્‍સોની સાથે મને સુવા માટે મજબુર કરતો હતો, જેમાં કેટલાક તેના મિત્રો સહકર્મીઓ પણ સામેલ છે. મને ૪૮૭ પુરુષો સાથે સુવા માટે ગુચ્‍ચીએ મજબૂર કરી એ પછી મે ગણતરી કરવાનું છોડી દીધુ, કેટલાક પુરુષોએ ૧૦-૧૦ વખત સંબંધ બાંધ્‍યા જેને કારણે તેના શરીર પર બહુ જ માઠી અસર પહોંચી. પીડિતાએ કહ્યું હતું કે ૨૦૧૭માં મે એક બાળકીને જન્‍મ આપ્‍યો હતો, જેના એક દિવસ બાદ હોસ્‍પિટલમાંથી રજા મળ્‍યા પછી મને એક ટ્રક ડ્રાઈવર સાથે સુવા માટે મજબુર કરવામાં આવી હતી.

ગુચ્‍ચી આ પીડિત મહિલાને ચુપ રાખવા માટે મારી નાખવાની ધમકીઓ આપતો હતો. મહિલાએ અંતે સાહસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું, ખુલ્‍લી કોર્ટમાં જ કેસ ચલાવવા કહ્યું અને અને તમામ દલીલો કરી. આ સમગ્ર દરમિયાન ફ્રાન્‍સની ગઝલ પેટિકોટ તેને મદદ માટે આગળ આવી, ગિઝેલ પર પણ આ જ પ્રકારની યાતનાઓ ગુઝારવામાં આવી હતી તેની સામે અવાજ ઉઠાવવાને કારણે સમગ્ર ફ્રાંસમાં તે જાણીતી છે.

(10:07 AM IST)