તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
પર્યાવરણ અને ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી શોધ: હવે પ્લાસ્ટિકના કચરામાંથી એવિએશન ફ્યુઅલ તૈયાર થશે: ચીનના વિજ્ઞાનીઓની અદભૂત સિદ્ધિ
પ્લાસ્ટિક પ્રદૂષણ અને વિમાનના ઈંધણના ઉકેલ માટે નવી ટેકનોલોજી વિકસાવાઈ: કેમિકલ કન્વર્ઝન પ્રોસેસ દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી હાઈ-ક્વોલિટી જેટ ફ્યુઅલ બનાવવામાં સફળતા

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક કચરાની ગંભીર સમસ્યા અને એવિએશન સેક્ટરમાં વધતા કાર્બન ઉત્સર્જન સામે લડવા માટે ચીનના વૈજ્ઞાનિકોએ એક અદભૂત અને ક્રાંતિકારી શોધી કાઢી છે; ચીનની અગ્રણી સંશોધન સંસ્થાના વિજ્ઞાનીઓએ ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકના કચરાને પ્રોસેસ કરીને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વિમાનના ઈંધણ (જેટ ફ્યુઅલ)માં રૂપાંતરિત કરવાની આધુનિક કેમિકલ ટેકનોલોજી વિકસાવી છે; આ સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) ની મદદથી સામાન્ય પ્લાસ્ટિક કચરામાંથી એવિએશન ગ્રેડના હાઈડ્રોકાર્બન્સ છૂટા પાડવામાં આવે છે, જે વિમાનના એન્જિનમાં ઈંધણ તરીકે વાપરી શકાશે; આ નવી શોધીથી એક તરફ વિશ્વભરમાંથી પ્લાસ્ટિકના પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે, તો બીજી તરફ વિમાની વાહનવ્યવહાર માટે પરંપરાગત ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટશે; વૈજ્ઞાનિકો આ ટેકનોલોજીને વ્યાપારી ધોરણે મોટા પાયે અમલમાં મૂકવા માટે આગળનું સંશોધન હાથ ધરી રહ્યા છે.
આ ટેકનિકમાં પ્લાસ્ટિક અને અશ્મિભૂત બળતણ (Fossil Fuels) બંને મૂળભૂત રીતે કાર્બન અને હાઇડ્રોજનના પરમાણુઓથી જ બનેલા હોય છે. પેટ્રોલિયમમાંથી જ પ્લાસ્ટિકના લાંબા અને મજબૂત અણુઓના માળખાં (પોલિમર) તૈયાર થાય છે. વૈજ્ઞાનિકોએ આ પ્લાસ્ટિકના મજબૂત માળખાને કેમિકલ પ્રોસેસ અને ગરમી દ્વારા તોડીને નાના, બળતણ તરીકે વાપરી શકાય તેવા મોલેક્યુલ્સમાં ફેરવવાની સફળ 'રિવર્સ એન્જિનિયરિંગ' ટેકનીક શોધી કાઢી છે.
વિમાનના ઈંધણ (જેટ ફ્યુઅલ) માટે 8 થી 16 કાર્બન એટોમ્સ (C8-C16) ધરાવતા હાઈડ્રોકાર્બનની જરૂર હોય છે. આ અગાઉ પણ પ્લાસ્ટિકમાંથી ઈંધણ બનાવવાના વૈશ્વિક પ્રયાસો થયા છે, પરંતુ તેમાં મોટે ભાગે પ્લાસ્ટિકના અણુઓ છેડા પરથી તૂટી જતાં મિથેન જેવા વાયુઓ (ગેસ) વધુ બનતા હતા અને પ્રવાહી ઈંધણ ખૂબ ઓછું મળતું હતું.
ચીનના વૈજ્ઞાનિકોની ટીમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોબાલ્ટ અને નિકલનું ખાસ કસ્ટમ કટાલિસ્ટ (ઉદ્દીપક) તૈયાર કર્યું છે. તેમની આ શોધમાં આ જોડી પ્લાસ્ટિકની સાંકળને છેડાથી તોડવાને બદલે અંદરના કાર્બન બોન્ડને યોગ્ય કદમાં જ કાપે છે.પરિણામે ગેસ બનવાને બદલે વિમાનમાં સીધું વાપરી શકાય તેવું મધ્યમ કદનું પ્રવાહી ઈંધણ (C8-C16 alkanes) 79% ની ચોકસાઈ (Selectivity) સાથે મળે છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
