<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

રોબોએ દોડવામાં માણસોનો રેકોર્ડ તોડી નાખ્‍યો

રોબોએ હાફ મેરથોન એટલે કે ૨૧ કિલોમીટરનું અંતર પાર કરવાનું હતું

બીજિંગ,તા.૨૧: ચીનમાં રવિવારે રોબોની મેરથોનનું આયોજન થયું હતું. બીજિગના રોડ પર અનેક કંપનીઓના રોબો આ રેસમાં જોડાયા હતા. આ મેરથોનમાં રોબોએ હાફ મેરથોન એટલે કે ૨૧ કિલોમીટરનું અંતર પાર કરવાનું હતું. રોબોની મેરથોન આ પહેલાં બીજિગમાં પણ થઈ હતી, પરંતુ આ વખતે હોનર કંપનીએ બનાવેલા ૧૬૯ સેન્‍ટિમીટર ઊંચા લાઇટનિગ રોબોએ રેકોર્ડ તોડી નાખ્‍યો. આ રોબોએ ૫૦ મિનિટ ૨૬ સેકન્‍ડમાં ૨૧ કિલોમીટરની દોડ પૂરી કરી દીધી હતી. મતલબ કે મશીને મેરથોનમાં માણસને પણ પાછળ પાડી દીધા હતા. 

(9:52 AM IST)