તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
જીવના જોખમે રોમાન્સ! ૧૪૫૪ ફૂટની ઊંચાઈએ ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ અને પછી થયા જેલ ભેગા ન્યૂયોર્કની ઐતિહાસિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની ટોચ પર કોઈપણ સેફટી
ગિયર વિના ચઢીને રશિયન કપલે ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કરતાં દુનિયાભરમાં ચર્ચા : જોખમી સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલઃ રોમેન્ટિક પળો બાદ બંનેની પોલીસે ધરપકડ કરીઃ હવે આ ઘટના પ્રેમ કરતાં વધુ બેદરકારી અને કાનૂની કાર્યવાહી માટે ચર્ચામાં છે

ન્યૂયોર્ક તા.૨: કહેવાય છે કે પ્રેમમાં ડૂબેલી વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ સોશિયલ મીડિયાના આ આધુનિક યુગમાં એક કપલે આ વ્યાખ્યાને એક અલગ જ સ્તરે પહોંચાડી દીધી છે. ન્યૂયોર્ક (New York) ની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (Empire State Building) ની ટોચ પર કોઈ પણ સુરક્ષા સાધનો (Safety Gear) વગર ચઢીને એક રશિયન કપલે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. જોકે, આ હાઈ-વોલ્ટેજ રોમાન્સ બાદ કપલ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયું છે અને સ્ટન્ટના તરત જ બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
આ ચોંકાવનારી ઘટના બુધવાર બપોરની છે. રૂફટોપ સ્ટન્ટ્સ (Rooftop Stunts) માટે જાણીતું કપલ- ૩૩ વર્ષીય એન્જેલા નિકોલાઉ (Angela Nikolau) અને ૩૨ વર્ષીય ઇવાન કુઝનેત્સોવ (Ivan Beerkus) કોઈપણ પ્રકારના સેફટી ઇક્વિપમેન્ટ વિના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના સૌથી ઊંચા હિસ્સા એટલે કે સ્પાયર (Spire) પર પહોંચી ગયું હતું. આ જગ્યા જમીનથી અંદાજે ૧,૪૫૪ ફૂટ ઉપર છે, જ્યાં ખૂબ જ તેજ પવન વચ્ચે માત્ર મેટલ સ્ટ્રક્ચર અને એન્ટેના જ આવેલા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આટલી ઊંચાઈ પર પહોંચીને કપલે એક કાળું બેનર લહેરાવ્યું હતું. આ બેનર પર પ્રખ્યાત મ્યુઝિશિયન જીમી હેન્ડ્રિક્સની પંક્તિઓ લખેલી હતી- જ્યારે પ્રેમની શક્તિ, સત્તાના મોહ કરતાં મોટી થઈ જશે, તે દિવસે વિશ્વમાં શાંતિ સ્થપાશે. આ મેસેજ બાદ ઇવાને ફિલ્મી સ્ટાઇલમાં ઘૂંટણ પર બેસીને એન્જેલાને લગ્ન માટે પ્રપોઝ (Proposal) કર્યું હતું. એન્જેલાએ પણ પોતાની વીંટી ફલોન્ટ (Flaunt) કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, પણ તેમની આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં.
પ્રપોઝલની ઉજવણી શરૂ થાય તે પહેલા જ ન્યૂયોર્ક પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. આ જોખમી સ્ટન્ટને કારણે બિલ્ડિંગના ઓબ્ઝર્વેશન ડેક (Observation Deck) ને થોડા સમય માટે ખાલી કરાવવો પડ્યો હતો અને પોલીસ હેલિકોપ્ટરની પણ મદદ લેવી પડી હતી. આ કપલ વિરુદ્ધ પરવાનગી વિના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા, જોખમી કૃત્ય કરવા, સંપત્તિને નુકસાન પહોંચાડવા અને સરકારી નિયમોના ઉલ્લંઘનનો ગુનો નોંધવામાં આવ્યો છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના પ્રવક્તાએ (Spokesperson) સ્પષ્ટ કર્યું કે, અમારો ઓબ્ઝર્વેશન ડેક પ્રપોઝલ માટે ખૂબ જ સુંદર અને સુરક્ષિત જગ્યા છે, પરંતુ જીવના જોખમે આવા સ્ટન્ટ્સ કરવાની પરવાનગી કોઈને આપી શકાય નહીં.
આ કપલ માટે આવો ખતરનાક કારનામો નવો નથી. એન્જેલા અને ઇવાન વર્ષ ૨૦૨૪ની પ્રખ્યાત નેટફિલક્સ ડોક્યુમેન્ટ્રી (Netflix Documentary) Skywalkers: A Love Story માં પણ જોવા મળ્યા હતા. જેમાં તેઓએ દુનિયાની બીજી સૌથી ઊંચી ઈમારત- મલેશિયાના મર્ડેકા ૧૧૮ ટાવર (Merdeka 118 Tower) પર ચઢીને સન્સેશન મચાવ્યું હતું.
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા (Debate) શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો ભલે તેને અલ્ટીમેટ રોમેન્ટિક પ્રપોઝલ ગણાવી રહ્યા હોય, પરંતુ મોટાભાગના યુઝર્સે આ વર્તનને અત્યંત બેજવાબદાર ગણાવ્યું છે. લોકોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર વ્યુઝ, લાઈક્સ અને ફેમ (Fame) મેળવવા માટે પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકવો એ સમજદારી નહીં પણ ઘોર મૂર્ખામી છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
