તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
વિશ્વયુદ્ધના ભણકારા?: ઈરાન સાથે જંગની તૈયારી વચ્ચે ટ્રમ્પ સામે મોટું સંકટ
વર્લ્ડ વૉર-૨ પછી પહેલીવાર આવી ભયાનક સ્થિતિ: ઈરાન અને અમેરિકા વચ્ચે ગમે ત્યારે ફાટી નીકળશે યુદ્ધ:ટ્રમ્પની રણનીતિથી મિત્ર દેશોમાં પણ ફફડાટ! પરમાણુ બોમ્બના જોખમ વચ્ચે રશિયા-ચીન પણ મેદાને:શું માનવજાત ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહી છે? અમેરિકાના સૈન્ય બેઝ પર હાઈ-એલર્ટ

નવી દિલ્હી: બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં ક્યારેય ન સર્જાઈ હોય તેવી તંગદિલી અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જોવા મળી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો અને ત્યારબાદની સૈન્ય હિલચાલને કારણે મધ્ય-પૂર્વમાં ગમે ત્યારે યુદ્ધના નગારા વાગી શકે છે. રક્ષણ નિષ્ણાતોના મતે, આ સ્થિતિ ૧૯૪૫ પછીની સૌથી ગંભીર રાજદ્વારી કટોકટી છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, એપ્રિલ 2026ના અંતમાં અમેરિકા પરનું કુલ દેવું 31.27 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયું છે, જે દેશની 31.22 ટ્રિલિયન ડૉલરની જીડીપી કરતા પણ વધારે છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા મુજબ, 2026માં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું ઉછળીને 39.2 ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે. મહત્ત્વની વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં આ દેવું લગભગ બમણું થઈ ગયું છે. વર્ષ 2017માં જે દેવું 20.2 ટ્રિલિયન ડૉલર હતું, તે 2026માં રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.
નિષ્ણાતોના મતે, આ દેવું વધવા પાછળ ટેક્સમાં કરવામાં આવેલ કાપ અને વ્યાજની ચુકવણીમાં થયેલો તોતિંગ વધારો મુખ્ય છે. આ ઉપરાંત, અમેરિકામાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે, જેના કારણે મેડિકેર અને સોશિયલ સિક્યોરિટી જેવા કાર્યક્રમો પાછળ સરકારી ખર્ચમાં મોટો વધારો થયો છે. અત્યારે સ્થિતિ એવી છે કે અમેરિકા પોતાના સંરક્ષણ કે સ્વાસ્થ્ય સેવાઓ પાછળ જેટલો ખર્ચ કરે છે, તેના કરતા વધુ ખર્ચ તો માત્ર દેવાના વ્યાજની ચુકવણીમાં થઈ રહ્યો છે. રાષ્ટ્રીય દેવું ચૂકવવા માટેનું વાર્ષિક વ્યાજ જ હવે 1 ટ્રિલિયન ડૉલરને પાર કરી ગયું છે.
કોંગ્રેસ બજેટ ઑફિસના અંદાજ મુજબ, જો અત્યારથી કોઈ મોટા ફેરફારો કરવામાં નહીં આવે, તો આગામી દાયકામાં એટલે કે 2036 સુધીમાં અમેરિકા પરનું દેવું 53 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી શકે છે. આ વધતું દેવું વ્યાજદરમાં વધારો કરી શકે છે અને મોંઘવારીમાં પણ વધારો લાવી શકે છે. જો આ જ ગતિએ દેવું વધતું રહેશે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની ક્રેડિટ રેટિંગ અને તેની આર્થિક વિશ્વસનીયતા પર પણ માઠી અસર પડી શકે છે, જે સામાન્ય અમેરિકન પરિવારો માટે રોજબરોજના ખર્ચમાં વધારો કરશે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
