તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રશિયન સૈન્યએ આચર્યો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક આતંક: યુક્રેનમાં રાહત સામગ્રી અને ખોરાક લેવા માટે એક શાળાની ઈમારતે એકઠાં થયેલા નિરાધાર અને માસુમ નાગરિકો પર રશિયાએ કાળમુખી 'એરસ્ટ્રાઈક' કરીને બોમ્બમારો કરતાં ગણતરીની સેકન્ડોમાં પૂરા ૪૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને દસકો લોકો લોહીલુહાણ થતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી
શરણાર્થીઓ અને માસુમ માનવોના રક્તથી લાલચોળ બની સ્કૂલની ઈમારત:આકાશમાંથી ઝીંકાયેલા કાળમુખા મિસાઈલો અને મૃતાત્માઓના ચાસીસાથી સમગ્ર વિશ્વના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય યુદ્ધના મેદાનમાંથી સમગ્ર માનવજાતનું કાળજું ચીરી નાખે તેવા અને રૂવાડાં ઊભા કરી દે તેવા અતિ-ચોંકાવનારા, દર્દનાક અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે! યુક્રેનના એક શહેરમાં ભૂખમરા અને આફત વચ્ચે સરકારી સ્કૂલ ખાતે માનવતાવાદી રાહત સામગ્રી, ખોરાક અને પીવાનું પાણી વહેંચાઈ રહ્યું હતું. આ રાહત સામગ્રી લેવા માટે નાના બાળકો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં સ્કૂલ પરિસરમાં લાઈનમાં ઊભા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ શાળા યુદ્ધ ક્ષેત્રની ખૂબ જ નજીક હોવાથી લાંબા સમયથી બંધ હતી. જોકે, દર સોમવારે સ્થાનિક જરૂરિયાતમંદ નાગરિકોને અહીં રાહત સામગ્રી વહેંચવામાં આવતી હતી અને લોકો તેનો શરણાર્થી સ્થળ તરીકે પણ ઉપયોગ કરતા હતા. જે સમયે નાગરિકો રાહત સામગ્રી લેવા પહોંચ્યા હતા, ત્યારે જ રશિયન લશ્કરે તેના પર હવાઈ બોમ્બ ફેંક્યા હતા. પ્રાથમિક હુમલા બાદ જ્યારે બચાવ કામગીરી શરૂ થઈ ત્યારે રશિયાએ ફરીથી તે જ સ્થળે બીજો બોમ્બમારો કર્યો હતો.
યુક્રેનની ઇમરજન્સી સેવાઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં બચાવ ટુકડીના 2 સભ્યો અને 4 પોલીસકર્મીઓ પણ સામેલ છે. હુમલાના બે દિવસ બાદ પણ ઘટનાસ્થળેથી ભારે મશીનરી વડે મલબો હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સૈનિકો અને રાહતકર્મીઓ હજુ પણ કાટમાળ નીચે કોઈ જીવિત મળી આવે તેવી આશા સાથે સતત શોધખોળ કરી રહ્યા છે. બચાવ કામગીરી દરમિયાન સૈનિકો આકાશમાં રશિયન ડ્રોન પર પણ નજર રાખી રહ્યા છે.
આ હુમલા અંગે સફાઈ આપતા રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની સેનાએ કમિશુવાખા અને આસપાસના વિસ્તારોમાં સ્થિત યુક્રેની સૈન્ય ઠેકાણાઓ પર જ ટાર્ગેટ એટેક કર્યો હતો, જેમાં યુક્રેનના 25 સૈનિકો માર્યા ગયા છે. સામે પક્ષે યુક્રેને આક્ષેપ કર્યો છે કે રશિયાએ જાણીજોઈને નિર્દોષ સામાન્ય નાગરિકો અને રાહત સેન્ટરને નિશાન બનાવ્યું છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
