News of Thursday, 30th April 2026
બ્રિટનના આંગણે રશિયાની ‘દાદાગીરી’: વડાપ્રધાન સ્ટાર્મરની ધમકીની ઐસીતૈસી: ઈંગ્લિશ ચેનલમાંથી ૯૮ રશિયન જહાજોનો કાફલો પસાર થતા ખળભળાટ
પુતિનના પાવર સામે લંડન લાચાર: સમુદ્રમાં રશિયાનું વિરાટ શક્તિપ્રદર્શન:બ્રિટિશ નૌકાદળ હાઈ એલર્ટ પર, છતાં રશિયન નૌકાકાફલાએ નિર્ભયપણે ફેરી મારી: ‘અમારી સરહદ પાસે ન આવતા’ તેવી ચેતવણી હવામાં ઉડી:શું રશિયા અને બ્રિટન વચ્ચે સીધું યુદ્ધ છેડાશે? યુરોપના દરિયામાં તણાવ ચરમસીમાએ

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન યુદ્ધની આગ હવે યુરોપના દરિયા સુધી પહોંચી હોય તેમ જણાય છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે રશિયાને આકરી ચેતવણી આપી હોવા છતાં, રશિયાએ તેને નજરઅંદાજ કરી પોતાની દરિયાઈ તાકાત બતાવી છે. અત્યંત વ્યસ્ત ગણાતી ઇંગ્લિશ ચેનલમાંથી એકસાથે ૯૮ જેટલા રશિયન જહાજો પસાર થતા બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયમાં દોડધામ મચી ગઈ હતી.
સ્ટાર્રમરની ધમકી છતાં પણ બ્રિટનના દરિયાઈ ક્ષેત્રમાંથી પસાર થતાં રશિયન જહાજોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. સ્ટારમરે ૨૫ માર્ચના રોજ આપેલી ચેતવણીનના મહિનાના સમયગાળામાં કમસેકમ 98 રશિયન જહાજ બ્રિટિશ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ ગયા છે, જે પહેલા ત્રણ મહિનાની સરેરાશ બરાબર છે.
અત્યાર સુધી આ જહાજોમાંથી કોઈના પર કબ્જો કરવાની કે તેને રોકવાની કે સકંજામાં લેવાની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. શેડો ફ્લીટ તે જહાજોનું નેટવર્ક કહેવાય છે જે સામાન્ય રીતે પ્રતિબંધો, દેખરેખ અને આંતરરાષ્ટ્રીય નિયમોથી બચીને ઓઇલ, ગેસ કે અન્ય સામાનનું પરિવહન કરવા ઉપયોગમાં લેવાય છે. આ જહાજો કોઈપણ દેશ કે કંપની સાથે જોડાયેલા દેખાતા ન હોવાથી તેને શેડો ફ્લીટ કહેવાય છે. રશિયા- યુક્રેન યુદ્ધમાં પશ્ચિમી પ્રતિબંધોથી બચવા આ જહાજોનો ઉપયોગ કરી રહ્યું છે.એલએસઇજી ટ્રેકિંગ ડેટા મુજબ 63 જહાજ ઇંગ્લિશ ચેનલના રસ્તાથી બ્રિટનના દરિયાકિનારાથી 12 નોટિકલ માઇલની અંદરથી પસાર થયા. તે બાલ્ટિક સાગર અને દક્ષિણ યુરોપ વચ્ચેનો સીધો સમુદ્રી માર્ગ છે.આ સિવાય 35 જહાજ બ્રિટનના એકસ્લુઝિવ ઝોન ઇઇઝેડમાંથી પસાર થયા, જે દરિયા કિનારાથી 200 નોટિકલ માઇલ સુધી ફેલાયેલા છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
