તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન એટેક: એકસાથે ૩૦૦ જેટલા ડ્રોન ત્રાટક્યા: રશિયાની વિશાળ ઓઇલ રિફાઇનરીઓ અને ઉર્જા મથકોમાં ભયાનક બ્લાસ્ટ સાથે આકાશ આંબતી જ્વાળાઓ
પુતિનના ગઢમાં ઘૂસીને યુક્રેની સેનાનો પ્રચંડ સપાટો: સરહદથી ૭૦૦થી ૧૨૦૦ કિલોમીટર દૂર આવેલા સારાતોવ ઓઇલ રિફાઇનરી અને તેલ ડેપો પર બોમ્બમારો: રશિયન સંરક્ષણ લાઇન ધ્વસ્ત થતાં આખી દુનિયા સ્તબ્ધ

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો લોહીલુહાણ જંગ હવે બિલકુલ વિનાશક અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. યુક્રેનની સૈન્ય ગુપ્તચર સંસ્થા અને ડિફેન્સ ફોર્સે રશિયાના ઉર્જા મથકોને બરબાદ કરવા માટે એક સાથે લગભગ ૩૦૦ જેટલા લોન્ગ રેન્જ "કામિકાઝે" ડ્રોન વડે ભીષણ એટેક કર્યો છે. આ પ્રચંડ ઓપરેશનમાં રશિયાની સરહદની અંદર છેક ૭૦૦ કિલોમીટર દૂર આવેલી પ્રખ્યાત 'સારાતોવ ઓઇલ રિફાઇનરી' (Saratov Oil Refinery) અને ૧૨૦૦ કિલોમીટર દૂર આવેલા કીરોવ ક્ષેત્રના 'લાઝારેવો ઓઇલ પમ્પિંગ સ્ટેશન' ને નિશાન બનાવવામાં આવ્યા છે. યુક્રેનના આ ઘાતક હુમલાના કારણે રશિયાની સરકારી ઓઇલ કંપની 'રોસનેફ્ટ' (Rosneft) ના પ્લાન્ટ્સમાં ભયંકર વિસ્ફોટો સાથે પ્રચંડ આગ ફાટી નીકળી છે, જેના ધુમાડાના ગોટેગોટા માઇલો દૂરથી જોઈ શકાતા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન ડ્રોનોએ નિપ્રો શહેર અને રિવ્ને ક્ષેત્રમાં સ્થિત એક ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો. જેનાં કારણે ત્યાં આગ લાગી હતી. રિવ્ને ક્ષેત્રીય વહીવટી તંત્રનાં પ્રમુખ ઓલેક્સેન્ડર કોવલે જણાવ્યું હતું કે રિફાઇનરીમાં કોઇને ઇજા થઇ નથી. ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ગર્વનર યુરી સ્લ્યુસરે જણાવ્યું હતું કે ડ્રોનોનો કાટમાળ પડવાથી રશિયાનાં દક્ષિણ પશ્ચિમી રોસ્તોવ ક્ષેત્રમાં આવેલ એક ઇંધણ ભંડાર કેન્દ્રમાં આગ લાગી હતી. તેમણે જણાવ્યું હતું કે આસપાસનાં ઘરોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે. ગવર્નર રોમન બુસાગિર્નનાં આ ડ્રોનોએ રશિયાનાં દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં આવેલ સારોતાવ પ્રાંતમાં સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ નુકસાન પહોંચાડયું છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
