<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

સાઉદી અરેબિયા પર મિસાઈલ-ડ્રોન હુમલાનો કાળમુખો ધડાકોઃ જેદ્દાહ, આભા અને જાઝાન પર પિશાચી આકાશી આફત ત્રાટકતાં ભયાનક દહેશત: સટાકથી ઈમરજન્સી એલર્ટ જાહેર

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના પિશાચી ભડકા વચ્ચે સાઉદીના મહત્વના શહેરો પર કાળમુખા મિસાઈલો અને બોમ્બમારો કરતા ડ્રોનનો રાક્ષસી હુમલો: જેદ્દાહ, આભા અને જાઝાન એરપોર્ટ અને રહેણાંક વિસ્તારોમાં આકાશી આક્રમણ થતાં જ સાયરનો ગુંજી ઊઠી, લોકોના હોશ ઊડ્યા

નવી દિલ્હી:મધ્ય પૂર્વ (Middle East) ના રણપ્રદેશમાંથી સમગ્ર વિશ્વના હોશ ઉડાડી દેતો, અરેરાટી બોલાવી દેતો અને કાળજું કંપાવી દેતો એક અત્યંત ચોંકાવનારો અને કાળમુખો ધડાકો સામે આવ્યો છે! સાઉદી અરેબિયાના અતિમહત્વના અને પ્રવાસન ધામ ગણાતા જેદ્દાહ, આભા અને જાઝાન શહેરો પર એકસાથે કાળમુખા બેલેસ્ટિક મિસાઈલો અને વિસ્ફોટક ડ્રોન વડે પિશાચી હુમલો કરવામાં આવતાં સમગ્ર દેશમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે અને સટાકથી હાઈ ઈમરજન્સી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ હુમલાઓને કારણે 13 નાગરિકોના ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે, સાઉદી સિવિલ ડિફેન્સે બાદમાં પુષ્ટિ કરી હતી કે હવે ખતરો ટળી ગયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાઉદી અધિકારીઓએ ખમીસ મુશૈત, આભા અને તાઇફ સહિતના અનેક દક્ષિણી શહેરોમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે, જેમાં જેદ્દાહ અને જજાન જેવા મહત્ત્વના શહેરો પણ સામેલ છે.

સાઉદી અરેબિયાના સિવિલ ડિફેન્સે લાલ સમુદ્રના તટીય વિસ્તારોમાં આવેલા યનબૂ અને તાઇફ શહેરોમાં ખતરાના સાયરન વાગ્યાની પુષ્ટિ કરી છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા જેદ્દાહ એરપોર્ટ પર ઉડાનોને પણ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. હાલમાં રિયાધમાં આ હુમલાઓથી નિપટવા માટે ઉચ્ચ સ્તરીય કટોકટી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં સાઉદી અરેબિયાએ યમનમાં એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં વિમાન હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને ગોળા-બારૂદના ડિપોને નિશાન બનાવાયા હતા. હવે હૂથીઓએ પોતાના તાજેતરના હુમલાઓને આ જ કાર્યવાહીનો પલટવાર ગણાવ્યો છે.

(6:02 PM IST)