તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
સાઉદીનો ડબલ ગેમ?: ઈરાન પર હુમલા કરતા પહેલા સાઉદીએ જ આપી હતી જાણ:અમેરિકા-ઈઝરાયેલ સ્તબ્ધ
ગુપ્ત મિશનનો પર્દાફાશ: સાઉદીએ ઈરાનને ‘એડવાન્સ વોર્નિંગ’ આપી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ:મિત્ર દેશોની પીઠમાં છરો ભોંકાયો? મધ્ય પૂર્વમાં નવા સમીકરણો: શું આરબ દેશો હવે અમેરિકાના જૂના સાથી મટીને ઈરાન તરફ ઝૂકી રહ્યા છે?

નવી દિલ્હી: મધ્ય પૂર્વના રાજકારણમાં એક અભૂતપૂર્વ અને હચમચાવી દેતો ખુલાસો થયો છે. એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એજન્સીના રિપોર્ટ મુજબ, સાઉદી અરેબિયાએ ઈરાન પર કરેલા સૈન્ય હુમલાઓ પહેલા ઈરાનને તેની આગોતરી જાણ કરી દીધી હતી. આ સમાચાર બહાર આવતા જ વોશિંગ્ટન અને તેલ અવીવમાં સન્નાટો છવાઈ ગયો છે, કારણ કે અમેરિકા અને ઈઝરાયેલ આ ઓપરેશનને અત્યંત ગુપ્ત માની રહ્યા હતા.
રિપોર્ટમાં પશ્ચિમી અને ઈરાની અધિકારીઓના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, આ હુમલા સાઉદી અરેબિયા પર થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા. માર્ચના છેલ્લા અઠવાડિયામાં જ્યારે ઈરાન એવા તમામ ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું હતું જ્યાં અમેરિકન સૈન્ય મથકો હતા, ત્યારે સાઉદીએ પોતાની સુરક્ષા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે, સાઉદી અરેબિયાએ આ હુમલા વિશે ઈરાનને અગાઉથી જાણ કરી દીધી હોવાનો પણ દાવો કરાયો છે. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક વાતચીત તેજ થઈ હતી. આંકડા મુજબ, 25થી 31 માર્ચ વચ્ચે સાઉદી પર 105થી વધુ હુમલા થયા હતા, જે સાઉદીના વળતા પ્રહાર બાદ 1થી 6 એપ્રિલ વચ્ચે ઘટીને માત્ર 25 રહી ગયા હતા. આ દર્શાવે છે કે સાઉદીના આક્રમક વલણ બાદ ઈરાને સીધા હુમલા ઘટાડી દીધા હતા.
માત્ર સાઉદી જ નહીં, પરંતુ સંયુક્ત આરબ અમીરાત (UAE) પર પણ ઈરાન વિરુદ્ધ ગુપ્ત હુમલા કરવાના આરોપો લાગ્યા છે. જોકે, આ મામલે સાઉદી કે ઈરાનના વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ ખુલાસાથી સાબિત થાય છે કે ઈરાન યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ ચૂક્યું છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
