તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
કેન્સરના કાળ સામે વિજ્ઞાનનો વિજય: સૌથી ઘાતક 'પેન્ક્રિયાઝ કેન્સર'ને નાથવા નવી દવાનો પ્રચંડ વિસ્ફોટ: ટ્રાયલમાં મળ્યા અત્યંત આશાસ્પદ પરિણામો
મેડિકલ સાયન્સનો ઈતિહાસ બદલાશે: સ્વાદુપિંડના ટ્યુમરને જડમૂળથી ઓગળવામાં વૈજ્ઞાનિકોને મળી મસમોટી સફળતા:વિશ્વભરના કરોડો દર્દીઓમાં જાગી જીવવાની નવી આશા

નવી દિલ્હી: તબીબી જગતમાં અત્યાર સુધી જે કેન્સરને સૌથી જટિલ અને લાસ્ટ સ્ટેજમાં પકડાતું હોવાથી અત્યંત જીવલેણ માનવામાં આવતું હતું, તે પેન્ક્રિયાઝ (સ્વાદુપિંડ) ના કેન્સર સામે વૈજ્ઞાનિકોએ એક અમોઘ શસ્ત્ર શોધી કાઢ્યું હોવાના સણસણતા અહેવાલથી મેડિકલ એસોસિએશનમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વૈશ્વિક સ્તરે થયેલી એક પ્રતિષ્ઠિત ક્લિનિકલ ટ્રાયલમાં વૈજ્ઞાનિકોએ એક નવી ટાર્ગેટેડ થેરાપી (Targeted Therapy) અને ડ્રગ મોલેક્યુલનું પરીક્ષણ કર્યું છે. આ નવી દવાની અસરથી શરીરમાં કેન્સરના ખતરનાક કોષો વધતા અટકી ગયા છે અને આશ્ચર્યજનક રીતે ટ્યુમર (ગાંઠ) ની સાઈઝમાં મસમોટો ઘટાડો નોંધાયો છે.
અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીના વાષક સંમેલનમાં રજૂ કરાયેલા અને પ્રતિષ્ઠિત ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ૫૦૦ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ દર્દીઓમાં કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ચૂક્યું હતું અને પરંપરાગત કીમોથેરાપી અસરકારક સાબિત થઈ નહોતી. ઘચચિર્ટહચિજૈમ લેતા દર્દીઓ સરેરાશ ૧૩.૨ મહિના સુધી જીવ્યા. જ્યારે, સામાન્ય કીમોથેરાપી મેળવનારા દર્દીઓનું સરેરાશ આયુષ્ય ૬.૬થી ૬.૭ મહિના રહ્યું એટલે કે નવી ગોળીએ જીવનકાળ લગભગ બમણો કરી દીધો. આ ઉપરાંત કેન્સર ફરીથી વધવા અથવા ફેલાવા માટે લાગતા સમયમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
ઘચચિર્ટહચિજૈમ શરીરમાં આવેલા ણઇછજી નામના બદલાયેલા જીનને નિશાન બનાવે છે. આ જીન પેન્ક્રિયાઝ ૯૦ ટકાથી વધુ કેન્સરના કેસોમાં જોવા મળે છે અને કેન્સરના કોષોને સતત વધવા માટે સંકેત આપે છે. ઘણા વર્ષોથી વૈજ્ઞાાનિકો ણઇછજીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેને દવાઓથી કાબૂમાં ન આવતું લક્ષ્ય માનવામાં આવતું હતું. ઘચચિર્ટહચિજૈમ પહેલી એવી દવાઓમાંની એક છે જેણે આ મુશ્કેલ લક્ષ્ય સામે નોંધપાત્ર સફળતા દર્શાવી છે. નવી ગોળી કીમોથેરાપીની સરખામણીએ વધુ સહનશીલ સાબિત થઈ. ગંભીર આડઅસરોની સંખ્યા ઓછી રહી હતી અને દવા બંધ કરવાની ફરજ પડેલા દર્દીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઓછું હતું.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
