<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

છી..છી..છી! આ છોકરીને છે વિચિત્ર આદતઃ પિતાની ગંદી અંડરવિયર સૂંઘીને કરે છે નશો

અમેરિકાની ટીએલસી ચેનલ પર પ્રસારિત થનારા રિયાલિટી શો માય સ્‍ટ્રેન્‍જ એડિક્‍શને ફરી એક વાર દર્શકોને ચોંકાવી દીધા : વીડિયો ક્‍લિપમાં એક સ્‍ટોરમાં પોતાના પર્સમાંથી અંડરવિયર કાઢીને સૂંઘતા બતાવી હતી. તે કહે છે કે હું મારા પિતાની અંડરવિયર સૂંઘવાની લતના કારણે કેટલાય ક્‍લાઈન્‍ટ્‍સ ખોઈ ચૂકી છું

ન્‍યૂયોર્ક તા.૧: અમેરિકાની ટીએલસી ચેનલ પર પ્રસારિત થનારા રિયાલિટી શો માય સ્‍ટ્રેન્‍જ એડિક્‍શને ફરી એક વાર દર્શકોને ચોંકાવી દીધા છે. શોના નવા એપિસોડમાં એક યુવતી અનિસ્‍સાએ પોતાની અજીબોગરીબ આદતનો ખુલાસો કર્યો છે. તે પોતાના પિતાની ગંદી અંડરવિયર છુપાઈને સૂંઘે છે અને તેનાથી તેને નશો થતો હોય તેવો અહેસાસ થાય છે.

છોકરીનું કહેવું છે કે આ તેની નાનપણથી ચાલી આવતી આદત છે અને તેને સૂંઘ્‍યા વિના ૨૫ મિનિટ પણ રહેવું તેના માટે મુશ્‍કેલ થઈ જાય છે. શોમાં અનિસ્‍સાએ જણાવ્‍યું કે તે પોતાના પિતાની વપરાયેલી ચડ્ડી છુપાઈને ચોરી લે છે. તે તેના પર્સમાં રાખીને બહાર લઈ જાય છે. કામ કરતી વખતે જ્‍યારે પણ તેને જરૂર પડે છે, તે કાઢીને ઊંડા શ્વાસ લઈ તેને સૂંઘે છે. તેનો દાવો છે કે તેમાં કોઈ યૌનિક આકર્ષણ નથી, પણ આ ખાલી એક પ્રકારની સુગંધ છે, જે તેને શાંતિ અને રાહત આપે છે. પણ જ્‍યારે તે ૨૫ મિનિટ સુધી સૂંઘ્‍યા વિના રહે છે તો તેને ગભરાહટ, બેચેની, ચિતા અને પેનિક એટેક જેવા લક્ષણો અનુભવાય છે.

વીડિયો ક્‍લિપમાં અનિસ્‍સાને એક સ્‍ટોરમાં પોતાના પર્સમાંથી અંડરવિયર કાઢીને સૂંઘતા બતાવી હતી. તે કહે છે કે હું મારા પિતાની અંડરવિયર સૂંઘવાની લતના કારણે કેટલાય ક્‍લાઈન્‍ટ્‍સ ખોઈ ચૂકી છું. જ્‍યારે શોની ટીમે તેને પોતાના પિતાની સામે આ લતનો ખુલાસો કરવા કહ્યું તો પિતાનું રિએક્‍શન ખૂબ જ આઘાતવાળું હતું. પિતાએ કહ્યું કે, તેમને આ વાતનો જરા પણ ખ્‍યાલ નહોતો અને આ સાંભળી તેમને ભારે ગુસ્‍સો આવી રહ્યો છે. શોના જણાવ્‍યા અનુસાર, આ લત કેટલાય વર્ષોથી ચાલી રહી છે. અનિસ્‍સાએ જણાવ્‍યું કે, બાળપણથી આ આદત શરૂ થઈ ગઈ હતી અને હવે આ તેના દૈનિક જીવનનો ભાગ બની ચૂકી છે. તે પિતાની ડર્ટી અંડરવિયરને સૂંઘી આરામ અનુભવ કરે છે.

નિષ્‍ણાતોનું માનવું છે કે આ એક પ્રકારની કંપલ્‍સિવ ડિસઓર્ડર અથવા ઓલ્‍ફેક્‍ટરી એડિક્‍શન હોઈ શકે છે. જેમાં કોઈ ખાસ ગંધથી વ્‍યક્‍તિને વધારે આરામ મળે છે. સોશિયલ મીડિયા પર આ ક્‍લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે, લોકો તેને જોઈ ચોંકી રહ્યા છે. કેટલાય યુઝર્સ લખી રહ્યા છે કે આ કેટલું અજીબ છે. જ્‍યારે અમુક તેને માનસિક સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યા માનતા મદદની જરૂર ગણાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્‍ટ કરી કે પિતાની અંડરવિયર સૂંઘવી? આ તો હદ પાર કરી નાખી. બીજાએ કહ્યું કે, આ શો હવે કંઈક વધારે પડતું જ એડિક્‍શન દેખાડી રહ્યા છે.

મનોવૈજ્ઞાનિકો અનુસાર, આવી લત હંમેશા ચાઈલ્‍ડહુડ ટ્રોમા, એંઝ્‍યાટી અથવા કોઈ ભાવનાત્‍મક કમીથી જોડાયેલી હોઈ શકે છે. પણ આ આદત જો બેકાબૂ થઈ જાય તો વ્‍યક્‍તિના સામાજિક અને પારિવારિક જીવન પર ખરાબ અસર પાડી શકે છે. અનિસ્‍સાએ શોમાં સારવાર કરાવવાની પણ ઈચ્‍છા વ્‍યક્‍ત કરી છે. શોની ટીમે તેને કાઉંસલિગ અને થેરેપીની મદદ ઉપલબ્‍ધ કરાવી છે. નિષ્‍ણાતો સલાહ આપે છે કે આવી આદતોને નજરઅંદાજ ન કરવી જોઈએ, પણ પ્રોફેશનલ મદદ લેવી જોઈએ.

 

(10:08 AM IST)