તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Thursday, 16th July 2026
શોકિંગ! મોટી બહેનને તેના જ નાના ભાઈએ બનાવી ગર્ભવતી
ઓસ્ટ્રેલિયાના પરિવારની આખી હકીકત જાણીને ઉડી જશે હોશ : કેસને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસના સૌથી શરમજનક ઇન્સેસ્ટ કેસોમાંનો એક માનવામાં આવે છે

સીડની તા.૧૬: ઓસ્ટ્રેલિયાની એક સામાન્ય સ્કૂલમાં બનેલી ઘટનાએ વર્ષ ૨૦૧૨માં સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. એક નાની બાળકીએ અજાણતા પોતાના આખા પરિવારનું રહસ્ય સમગ્ર દુનિયા સામે લાવી દીધું હતું. તેણે જણાવ્યું કે તેની બહેન ગર્ભવતી છે અને પરિવારમાં કોઈને ખબર નથી કે બાળકનો પિતા કોણ છે. બાદમાં પોલીસ તપાસમાં જે હકીકતો સામે આવી, તેણે માનવતાને શર્મસાર કરી દીધી હતી.
બાળકીએ સહજ રીતે પોતાની મિત્રને જણાવ્યું કે તેની બહેન ગર્ભવતી છે અને પરિવારમાં બાળકના પિતા કોણ છે તે કોઈને ખબર નથી. આ વાત સિનિયર વિદ્યાર્થીઓએ સાંભળી અને શિક્ષકોને જાણ કરી હતી. આ પરિવારના બાળકો ખૂબ ઓછા સ્કૂલ આવતા હતા, કારણ કે તેઓ વારંવાર રહેવાનું સ્થળ બદલતા રહેતા હતા, પરંતુ આ વખતે સ્કૂલ આવેલી બાળકીની વાતે સમગ્ર મામલો ખુલ્લો પાડી દીધો હતો.
માહિતી મળતા જ પોલીસે એક દૂર આવેલા ફાર્મ પર દરોડો પાડ્યો હતો. ત્યાં કોલ્ટ પરિવારના ૩૮ સભ્યો રહેતા હતા, જે એકબીજા સાથે લોહીના સંબંધમાં હતા. તપાસમાં સામે આવ્યું કે ભાઈ-બહેન, પિતા-પુત્રી અને માતા-પુત્ર વચ્ચે પણ ગેરકાયદેસર સંબંધો હતા. પોલીસે આ પરિવારને એક પ્રકારના ઇન્સેસ્ટ કલ્ટ તરીકે ઓળખાવ્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ટેમી તે સમયે ગર્ભવતી હતી. તેણે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી તેના નાના ભાઈ સાથે તેના સંબંધ હતા. તેની એક પુત્રી સેલીનો જન્મ થયો હતો, પરંતુ થોડા મહિનાઓ બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. બાળકીને Zellweger Syndrome નામની ગંભીર આનુવંશિક બીમારી હતી, જે નજીકના લોહીના સંબંધોમાં સંતાન થવાને કારણે થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બાળકીને શારીરિક વિકૃતિઓ પણ હતી, જેમાં જાડી ગરદન અને નીચા સ્થાને આવેલા કાન જેવી સમસ્યાઓનો સમાવેશ થતો હતો.
તપાસમાં સામે આવ્યું કે, કોલ્ટ પરિવાર પેઢીઓથી નજીકના લોહીના સંબંધોમાં ગેરકાયદેસર સંબંધો રાખતો હતો. તેઓ પોલીસ અને સામાજિક સેવા સંસ્થાઓની નજરથી બચવા માટે વારંવાર અલગ-અલગ જગ્યાએ રહેવા જતા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે પરિવારના ઘણા બાળકો જન્મજાત ખામીઓ, માનસિક સમસ્યાઓ અને શારીરિક વિકૃતિઓથી પીડિત હતા.
આ કેસ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પરિવારના અનેક સભ્યો સામે આરોપ નોંધાયા અને ટેમી કોલ્ટને કાયદાકીય પ્રક્રિયા દરમિયાન છદ્મ નામ આપવામાં આવ્યું હતું. પરિવારના ઘણા સભ્યોને સજા પણ થઈ હતી. આ કેસને ઓસ્ટ્રેલિયાના ઇતિહાસના સૌથી શરમજનક ઇન્સેસ્ટ કેસોમાંનો એક માનવામાં આવે છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
