<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

યુવાનીમાં જ ઘડપણના એંધાણ: નાની ઉંમરે દાઢી-વાળ સફેદ થવા પાછળના ભયાનક કારણોનો પર્દાફાશ:જાણો બચવાના રામબાણ અને સરળ ઉપાયો

કેમિકલ શેમ્પૂ અને ટેન્શન બન્યા વાળના કાળ: શરીરમાં વિટામિન્સની કમીથી મેલાનિન નષ્ટ થતાં યુવાનો અકાળે દેખાવા લાગ્યા ઘરડા: ગ્લોબલ હેલ્થ રિપોર્ટમાં મોટી ચેતવણી

નવી દિલ્હી: આજના આધુનિક અને ભાગદોડવાળા યુગમાં યુવાનો ફેશન અને કરિયરની પાછળ એટલા આંધળા બન્યા છે કે તેઓ પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. પરિણામે, જે ઉંમરે ચહેરા પર તેજ અને કાળા ભમ્મર વાળ હોવા જોઈએ, તે યુવાનીમાં જ દાઢી અને માથાના વાળ સફેદ થવાનો ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. આ સમસ્યાના કારણે યુવાનો માનસિક તણાવ અને હીનભાવના (Depression) નો શિકાર બની રહ્યા છે. તબીબી નિષ્ણાતો અને ગ્લોબલ હેર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ પાછળના મુખ્ય કારણો અને તેનાથી બચવાના કડક ઉપાયો જાહેર કરવામાં આવ્યા છે.
મેલેનિનની ઉણપ અને જીનેટિક્સ: રિપોર્ટ અનુસાર, આપણી ત્વચા અને વાળને કુદરતી કાળો રંગ આપવાનું કામ મેલેનિન (Melanin) નામનું પિગમેન્ટ કરે છે. જ્યારે શરીરમાં મેલેનિનનું ઉત્પાદન ઘટી જાય છે, ત્યારે વાળ પોતાનો અસલી રંગ ગુમાવીને સફેદ થવા લાગે છે. આ સિવાય જો પરિવારમાં માતા-પિતા કે દાદા-દાદીને નાની ઉંમરે વાળ સફેદ થવાની સમસ્યા રહી હોય, તો આનુવંશિકતાના કારણે યુવાનોમાં આ સમસ્યા થઈ શકે છે.
માનસિક તણાવ : આજની ભાગદોડ ભરી જિંદગીમાં વર્ક પ્રેશર અને પર્સનલ લાઈફનો તણાવ સીધો આપણા શરીર પર અસર કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત તણાવમાં રહે છે, ત્યારે શરીરમાં નોરપીનેફ્રાઈન નામનું કેમિકલ રીલીઝ થાય છે. આ કેમિકલ વાળનો રંગ જાળવી રાખતી સ્ટેમ સેલ્સને નુકસાન પહોંચાડે છે. પૂરતી ઊંઘ ન લેવી અને ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી આ સમસ્યા વધુ વકરે છે.
વિટામિન્સની ઉણપ અને સ્મોકિંગ: શરીરમાં જરૂરી પોષક તત્વો જેવા કે વિટામિન B12, વિટામિન D3, આયર્ન અને કોપરની ઉણપથી હેર ફોલિકલ્સ નબળા પડે છે અને મેલેનિનનું સ્તર ઘટી જાય છે. ખાસ કરીને જે લોકો શાકાહારી આહાર લે છે, તેમનામાં વિટામિન B12 ની ઉણપ વધુ જોવા મળે છે. આ ઉપરાંત, સિગારેટ પીવાની આદત પણ દાઢીના વાળને અકાળે સફેદ કરવા માટે મોટી અંશે જવાબદાર છે.
આ સમસ્યાથી બચવા લાઈફસ્ટાઈલમાં કરો આ સુધારો
જો તમે 25-30 વર્ષની ઉંમરે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આજથી જ તમારી આદતો અને ડાયેટમાં ફેરફાર કરો. પૌષ્ટિક આહાર લેવો જોઇએ જેમ કે, ખાવામાં લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકો મેવો, ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સ (દૂધ, દહીં, પનીર) સામેલ કરો જેથી વિટામિન્સની ઉણપ પૂરી થઈ શકે.
તણાવ મુક્ત રહો ખાસ કરીને સ્ટ્રેસ ઓછો કરવા માટે નિયમિત યોગ અથવા મેડિટેશન કરો. આ સાથે જ દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.
વ્યસનોથી દૂર રહો ખાસ કરીને સિગારેટ અને તમાકુ જેવી હાનિકારક આદતોથી સંપૂર્ણ અંતર જાળવી લો.

 

(5:52 PM IST)