News of Monday, 29th June 2026
સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે સ્માર્ટ બાળકોનો ડિજિટલ જુગાડ: ગુપ્ત ટ્રિક્સથી એપ્સ ચલાવતા વાલીઓ ચિંતામાં અને ટેક કંપનીઓ પર દંડનો કોરડો
ઉંમર છુપાવીને પ્રતિબંધિત પ્લેટફોર્મ્સ વાપરવાની નવી પેટર્ન સામે આવી: નિયમો નેવે મૂકનારી સોશિયલ મીડિયા કંપનીઓ સામે સરકારે કાનૂની સપાટો બોલાવ્યો

નવી દિલ્હી:આજના ડિજિટલ યુગમાં સગીર વયના બાળકોને સોશિયલ મીડિયાના દુષણ અને ઓનલાઈન જોખમોથી બચાવવા માટે સરકારો દ્વારા કાયદાકીય પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ તદ્દન અલગ અને ચિંતાજનક છે. સાયબર સિક્યોરિટી અને ગ્લોબલ ડિજિટલ પોલિસી રિપોર્ટ મુજબ, પ્રતિબંધ હોવા છતાં બાળકો વિવિધ અદ્યતન તકનીકો અને પ્રોક્સી નેટવર્કની મદદથી (Digital Age-Gate Circumvention) આચરી રહ્યા છે. વાલીઓની નજર ચૂકવીને સ્માર્ટફોનમાં લોકેશન બદલી નાખવું, બોગસ બર્થ ડેટ સાથે ફેક આઈડી બનાવવા કે ગુપ્ત બ્રાઉઝર્સનો ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ટિકટોક જેવા પ્લેટફોર્મ્સ એક્સેસ કરવામાં આવી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સરકારે હવે ટેક જાયન્ટ્સ સામે આકરા પગલાં ભરવાનું શરૂ કર્યું છે.
સોશિયલ મીડિયા બેનના નિયમોમાં કરાયેલા ફેરફાર મુજબ, જો કોઈ કંપની પોતાના પ્લેટફોર્મ પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવતા રોકવામાં નિષ્ફળ જશે, તો તેના પર ભારે દંડ વસૂલવામાં આવશે. આ મહત્તમ દંડની રકમ 4.95 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને હવે 9.9 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (એટલે કે આશરે ₹823 કરોડથી વધુ) કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'અમે ઉંમરની મર્યાદાનો જે નિયમ બનાવ્યો તેની દુનિયાભરમાં ચર્ચા થઈ, પરંતુ મોટી ટેક કંપનીઓ તેનું પાલન કરવા માટે પૂરતા પગલાં નથી ઉઠાવી રહી. આજે પણ ઘણા બાળકો સોશિયલ મીડિયા પર સક્રિય છે.'
સરકારની આ કડકાઈ પાછળ તાજેતરમાં સામે આવેલો એક ચોંકાવનારો રિપોર્ટ છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, પ્રતિબંધ લાગુ થયાના ત્રણ મહિના પછી પણ 12થી 15 વર્ષના 85% ઓસ્ટ્રેલિયન બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે બે તૃતીયાંશ બાળકોએ કાં તો ખોટી ઉંમર બતાવીને અથવા તો ફેક સેલ્ફી અપલોડ કરીને એજ વેરિફિકેશન સિસ્ટમને સરળતાથી છેતરી દીધી છે. એટલું જ નહીં, કેટલાય કિસ્સામાં તો કંપનીઓએ બાળકો પાસે ઉંમરનો કોઈ પુરાવો પણ માંગ્યો ન હતો.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
