તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 7th September 2026
શિક્ષણ જગતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સણસણતો ધડાકોઃ એઆઈ (AI) થી જે વિષયોનું અસ્તિત્વ ખતરામાં હતું તે જ કોમ્પ્યુટર અને ટેકનોલોજીના કોર્સ વિદ્યાર્થીઓની બની ગયા પહેલી પસંદ
ડિજિટલ ક્રાંતિના રાક્ષસી મોજાં વચ્ચે યુવાનોનો ભયાનક અને ચોંકાવનારો ટ્રેન્ડ: એઆઈ માનવ નોકરીઓ ઝાપટી જશે તેવી કાળમુખી દહેશત વચ્ચે પણ વિદ્યાર્થીઓ એઆઈ અને ડેટા સાયન્સ પર સટાકથી તૂટી પડ્યાઃ જૂની શિક્ષણ પ્રણાલીના ધજાગરા ઉડાડી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના શિક્ષણમાં મસમોટો ઉછાળો આવતાં શૈક્ષણિક વર્તુળોમાં ભયાનક સનસનાટી અને ચકચાર

નવી દિલ્હી:વિદ્યા ધામો અને યુનિવર્સિટીઓના કેમ્પસમાંથી શૈક્ષણિક જગતના હોશ ઉડાડી દેતો અને મગજની બત્તી ગુલ કરી નાખતો એક અત્યંત વિસ્ફોટક અને સનસનાટીભર્યો ધડાકો સામે આવ્યો છે! જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને કારણે ભવિષ્યમાં કરોડો નોકરીઓ સ્વાહા થઈ જવાની અને અનેક ક્ષેત્રો રોંધાઈ જવાની કાળમુખી દહેશત સેવાઈ રહી હતી, તે જ એઆઈથી સૌથી વધુ પ્રભાવિત અને અસરગ્રસ્ત વિષયો તરફ યુવાધન સટાકથી આકર્ષાયું છે! એઆઈ-સંચાલિત ટેકનોલોજી અને કોમ્પ્યુટર સાયન્સના કોર્સ જ હવે વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની જતાં મસમોટી ચકચાર મચી ગઈ છે!
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નોકરીઓનું સ્વરૂપ બદલી રહ્યું છે. તેની સૌથી વધુ અસર ઘણા સેક્ટર્સની એન્ટ્રી લેવલ નોકરીઓ પર પડી રહી છે. તેમ છતાં આ સેક્ટર્સમાં વિદ્યાર્થીઓનો રસ વધી રહ્યો છે. લંડનની કિંગ્સ કોલેજની રિસર્ચમાં સામે આવ્યું છે કે, ચેટજીપીટી આવ્યા બાદ પ્રભાવિત થયેલી નોકરીઓ જે તે વિષયના કોર્સને પ્રભાવિત નથી કરી શકી. એઆઈ પ્રભાવિત સેક્ટર્સ સંબંધિત વિષયોને ૬ ટકા વધુ વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે.
કિંગ્સ કોલેજની ટીમે યુકેના યુનિવર્સિટી એડમિશન ડેટાનો અભ્યાસ કર્યો હતો. જેમાં, તેમણે ૨૦૨૦થી ૨૦૨૫ની વચ્ચે વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવેલા ડિગ્રી પ્રોગ્રામનું વિશ્લેષણ કર્યું. તેમણે ડિગ્રીમાંથી આગળ મળતી નોકરી એઆઈથી કેટલી પ્રભાવિત થઈ છે અને આગળ થઈ શકે છે તેનું મૂલ્યાંકન કર્યું. જેમાં, ચોંકાવનારી રીતે સામે આવ્યું કે, એઆઈ પ્રભાવિત ડિગ્રી પ્રોગ્રામ તરફ વિદ્યાર્થીઓનો રસ વધ્યો છે.
એઆઈથી સૌથી વધુ પ્રભાવિત ડિગ્રીમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી, સ્ટેટેસ્ટિક્સ અને એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. જ્યારે, તેની સામે નર્સિંગ અને એજ્યુકેશનને એઆઈથી ઓછા પ્રભાવિત માનવામાં આવે છે. સંશોધકોના મતે, વિદ્યાર્થીઓ તેને નવી ટેકનોલોજી સાથે કામ કરવાની તક તરીકે જોઈ રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે, નોકરીઓના નવા સ્વરૂપમાં તેમની જરૂર વધશે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
