<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ઓનલાઈન ગર્લફ્રેન્‍ડ માટે સર્વસ્‍વ વેચ્‍યું, યુવતી AI પાત્ર નીકળી

બ્રાઝિલના આધેડને પ્રેમિકા ન મળી અને પૈસા પણ ખૂટી ગયા, ઘરે પરત ફરવા સરકારી મદદ લેવી પડી : લગ્નનાં સપનાં સાથે ૧૯૦૦ કિમી લાંબી મુસાફરી પછી હૃદયભંગ થયો

બ્રાઝિલયા તા.૧૯: બ્રાઝિલમાં ઓનલાઇન ગર્લફ્રેન્‍ડના પ્રેમમાં પાગલ બનેલા ૪૯ વર્ષીય વ્‍યક્‍તિનો એક ચોંકાવનારો કિસ્‍સો બહાર આવ્‍યો છે. સોશિયલ મીડિયા પર મળેલી યુવતીના પ્રેમમાં આ વ્‍યક્‍તિએ તેની સાથે લગ્ન કરવાનાં સપનાં જોયા અને પોતાની તમામ સંપત્તિ વેચી નાંખી હતી અને તેને મળવા માટે આશરે ૧,૯૩૦ કિલોમીટરની મુસાફરી કરી હતી. જોકે ત્‍યાં પહોંચ્‍યા પછી તેને ખબર પડી કે જે યુવતી સાથે તે લગ્ન કરવા માગતો હતો, તે કોઈ વાસ્‍તવિક યુવતી નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI)ની મદદથી બનાવવામાં આવેલું કાલ્‍પનિક પાત્ર હતું.

બ્રાઝિલના મારાન્‍હાઓ રાજ્‍યમાં રહેતા એડિમાર માર્ટિન્‍સ કડિયાકામ કરે છે. તેને ૨૦૨૦માં સોશિયલ મીડિયા પર જેસિકા ઓલિવેરા નામની યુવતીની પ્રોફાઈલ જોઈ હતી. યુવતીને વાસ્‍તવિક માનીને તેના પ્રેમમાં પડયો હતો અને અને તેને મળવાનો નિર્ણય કરે છે. માર્ટિન્‍સના જણાવ્‍યા અનુસાર તેમણે ૯ ઓક્‍ટોબરે પોતાની તમામ સંપત્તિ વેચીને બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્‍યની રાજધાની બેલો હોરિઝોન્‍ટે જવા માટે બસની ટિકિટ ખરીદી હતી.

માર્ટિન્‍સ ૧૧ ઓક્‍ટોબરે બેલો હોરિઝોન્‍ટે પહોંચ્‍યા હતાં. તેમને આશા હતી કે ત્‍યાં તેઓ પોતાની પ્રેમિકાને મળશે અને તેની સાથે જીવન વિતાવી શકશે. શહેરમાં પહોંચ્‍યા પછી તેમણે યુવતીને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્‍યો ન હતો. આખરે તેમણે સ્‍થાનિક રેડિયો સ્‍ટેશનનો સંપર્ક કરીને મદદ માગી હતી. ત્‍યાં તેમને જણાવવામાં આવ્‍યું કે તેઓ જે યુવતીને શોષી રહ્યાં છે, તેનું વાસ્‍તવમાં કોઈ અસ્‍તિત્‍વ જ નથી.

માર્ટિન્‍સ જેયુવતીને મળવા ગયા હતાં, તે એઆઈ જનરેટ કાલ્‍પનિક પાત્ર હતું. તેના વીડિયો ટિકટોક પર શેર કરવામાં આવતાં હતાં. તેના એકાઉન્‍ટના આશરે ત્રણ લાખ ફોલોઅર્સ હતાં. આ એકાઉન્‍ટ પરની આ AI યુવતીને એક ફાર્મની માલિક તરીકે રજૂ કરવામાં આવતી હતી, તે પોતાના ફાર્મહાઉસમાં સાથે રહી શકે એવા જીવનસાથીની શોધમાં હોવાનું જણાવતી હતી. વિડિયોમાં યુવતી કહેતી હતી કે હું ખરેખર તમારો આર્થિક સહારો બનવા માગું છું. તમે મારા ફાર્મ પર આવી જાઓ અને પછી તમારે જીવનભર ક્‍યારેય કામ કરવું ન પડે. આ પ્રકારનાં વચનોને કારણે માર્ટિન્‍સને આ યુવતી વાસ્‍તવિક લાગી હતી. જોકે આ એકાઉન્‍ટ ચલાવનારી વ્‍યક્‍તિએ સ્‍વીકાર્યું હતું કે યુવતીનું પાત્ર ખ્‍શ્રની મદદથી બનાવવામાં આવ્‍યું હતું. માર્ટિન્‍સને પ્રેમિકા ન મળી અને પૈસા પણ ખૂટી ગયા હતાં. પરે પરત ફરવા સરકારી મદદ લેવી પડી હતી.

(9:56 AM IST)