<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

દક્ષિણ કોરિયામાં સદીના સૌથી મોંઘા છૂટાછેડા: અબજોપતિ ઉદ્યોગપતિએ પૂર્વ પત્નીને ૮૨૦૦ કરોડ રૂપિયા ચૂકવવો પડશે: હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

દક્ષિણ કોરિયાના ઈતિહાસની સૌથી મોટી ડિવોર્સ સેટલમેન્ટ રકમ: એસકે ગ્રુપના ચેરમેન ચવે તાઈ-વોનને કોર્ટે મિલકત વિભાજન પેટે મોટો આંચકો આપ્યો

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના અદાલતી ઈતિહાસમાં સદીનો સૌથી મોંઘો અને ચર્ચિત છૂટાછેડાનો કેસ સામે આવ્યો છે; દેશના અગ્રણી બિઝનેસ જૂથ એસકે ગ્રુપ (SK Group) ના ચેરમેન ચવે તાઈ-વોનને તેમની પૂર્વ પત્ની રો સો-યંગ સાથેના ડિવોર્સ કેસમાં હાઈકોર્ટે રોકડ અને મિલકતમાં હિસ્સા પેટે આશરે ૧.૩૮ ટિલિયન વચન (લગભગ ૮૨૦૦ કરોડ રૂપિયા) ચૂકવવાનો સનસનાટીભર્યો આદેશ આપ્યો છે; અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે લગ્નજીવન દરમિયાન કંપનીના વિકાસ અને સંપત્તિના સર્જનમાં પત્નીનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો; એશિયાના ઉદ્યોગ જગતમાં આટલી મોટી રકમનું ડિવોર્સ સેટલમેન્ટ પ્રથમ વખત નોંધાયું છે; આ ઐતિહાસિક ચુકાદા બાદ દક્ષિણ કોરિયા અને વૈશ્વિક બિઝનેસ વર્લ્ડમાં મિલકત વિભાજનના કાયદાઓને લઈને વ્યાપક ચર્ચાઓ જાગી છે.

સિયોલ હાઈકોર્ટે શુક્રવારે છૂટાછેડાની સમજૂતીની રકમ ઘટાડીને 944 અબજ વોન કરી દીધી છે. આ રકમ ભારતીય ચલણમાં અંદાજે રૂ. 8200 કરોડ જેટલી થાય છે. એસકે ગૂ્રપમાં તાએ-વોનના શૅરના હિસ્સાના મહત્વને સમજતા હાઈકોર્ટે ઉદ્યોગપતિને શેર ટ્રાન્સફરના બદલે રોકડમાં આ રકમ ચૂકવવા આદેશ કર્યો છે. આ પહેલા 2024માં અપીલ કોર્ટે તાએ-વોનને છૂટાછેડાની સમજૂતીના ભાગરૂપે 1.38 ટ્રિલિયન વોન ચૂકવવા આદેશ આપ્યો હતો.

આ હાઈપ્રોફાઈલ કેસ ઘણા લાંબા સમયથી 'સદીના સૌથી મોંઘા છૂટાછેડા' તરીકે ચર્ચામાં છે. જોકે, આ કેસ હજુ પૂરી રીતે ખતમ થયો નથી. બંને પક્ષ ઈચ્છે તો હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્ધ દક્ષિણ કોરિયાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. હાઈકોર્ટે સ્વીકાર્યું કે લગ્ન દરમિયાન ચેય તાએ-વોનની કારોબારી ભાગીદારી અને સંપત્તિમાં ઘણો વધારો થયો હતો. સાથે જ રો સોહ-યોંગે પરિવાર, બાળકોના ઉછેર અને સામાજિક જવાબદારીઓ પૂરી કરીને તાએ-વોનની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ આધારે તેમણે ઉદ્યોગપતિ તાએ-વોનને વૈવાહિક સંપત્તિનો એક મોટો હિસ્સો પૂર્વ પત્નીને આપવાનો આદેશ આપ્યો હતો.

સિઓલ હાઈકોર્ટે તાએ-વોન દ્વારા ચૂકવવાની રકમમાં ઘણો મોટો કાપ મૂક્યો છે, આમ છતાં આ ચૂકાદાથી એસકે જૂથમાં તાએ-વોનના હોલ્ડિંગની રોકાણકારોએ તપાસ શરૂ કરી છે અને રો સોહ-યોંગને કેવી રીતે ચૂકવણી કરાશે તે મોટો સવાલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે તાએ-વોને તેની અસ્કયામતો વેચવી પડી શકે છે અથવા તેના શૅર્સ ગીરવે મૂકીને ઉધાર લેવું પડી શકે છે. જોકે, આ ચૂકાદાથી એસકે ગૂ્રપ પર તેના નિયંત્રણ પર કોઈ જોખમ ઊભું થવાની નિષ્ણાતોને અપેક્ષા નથી.

(5:50 PM IST)