News of Monday, 29th June 2026
ઇતિહાસનું સૌથી વિચિત્ર યુદ્ધ 'ધ વૉર ઑફ ધ સ્ટ્રે ડૉગ', માત્ર એક રખડતા કૂતરા સરહદ પાર કરતાં ગ્રીસ અને બલ્ગેરિયાની સેનાઓ સામસામે આવી ગઈ
પોતાના શ્વાનને પકડવા ગયેલા સૈનિક પર બલ્ગેરિયન ગાર્ડ્સે ચલાવી ગોળી: સેનાઓએ તોપો અને હથિયારો સાથે સરહદો પર મચાવ્યો હતો લોહિયાળ ખેલ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સરહદો પર પરસ્પર અવિશ્વાસ અને તણાવ જ્યારે ચરમસીમાએ હોય ત્યારે નાની સરખી ચિંગારી પણ મોટો વિસ્ફોટ કરી શકે છે, જેનું સૌથી મોટું ઉદાહરણ ૧૯૨૫નું ગ્રીસ-બલ્ગેરિયા યુદ્ધ છે. ગ્લોબલ મિલિટરી હિસ્ટ્રી જર્નલના દસ્તાવેજો મુજબ, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે સંબંધો અત્યંત વણસેલા હતા. ઓક્ટોબર ૧૯૨૫માં મેસેડોનિયાની સરહદ નજીક એક ગ્રીક સૈનિકનો કૂતરો અચાનક દોડતો બલ્ગેરિયન સરહદની અંદર (Flashpoint Border Incursion) કરી ગયો. સૈનિક આંતરરાષ્ટ્રીય નિયમો ભૂલીને કૂતરવા પાછળ દોડ્યો, જેના કારણે બલ્ગેરિયન સૈનિકોએ ગોળીબાર કરી તેને ઠાર કર્યો. ગ્રીસના તત્કાલીન સરમુખત્યાર થિયોડોરોસ પંગાલોસે આ ઘટનાને રાષ્ટ્રીય અપમાન ગણી બલ્ગેરિયા સમક્ષ માફી અને આકરા વળતરની માંગ કરી.
વાત છે ઓક્ટોબર 1925ની. યુરોપના બાલ્કન ક્ષેત્રમાં ગ્રીસ અને બલ્ગેરિયાની સરહદો જ્યાં મળતી હતી, ત્યાં વાતાવરણ ભારે તણાવપૂર્ણ હતું. બંને દેશો અગાઉ પણ કેટલાક યુદ્ધો લડી ચૂક્યા હોવાથી સરહદ પર તહેનાત સૈનિકો એકબીજા પ્રત્યે ખૂબ જ આક્રમક હતા. એક નાની ચિંગારી પણ મોટો વિસ્ફોટ કરી શકે તેમ હતી.
તારીખ 18 ઓક્ટોબર, 1925ના રોજ સરહદ પરની ચોકી પર એક ગ્રીક સૈનિક તેના પાળેલા રખડતા કૂતરા સાથે રમી રહ્યો હતો. અચાનક કૂતરો કંઈક જોઈને દોડ્યો અને ગ્રીસ તથા બલ્ગેરિયા વચ્ચેની કાલ્પનિક સરહદ રેખા ઓળંગીને 'નો મેન્સ લેન્ડ'(બે દેશો વચ્ચેની ખાલી જગ્યા) તરફ આગળ વધી ગયો. સૈનિક જાણતો હતો કે તેના વહાલા કૂતરાને ન રોક્યો તો બલ્ગેરિયન સૈનિકો તેને ગોળી મારી દેશે. તેથી ગ્રીક સૈનિકે નિયમોની પરવા કર્યા વિના રાઇફલ ઉઠાવી અને તેની પાછળ દોડ્યો. કૂતરાને પકડવાના ચક્કરમાં તે બલ્ગેરિયાની સરહદની અંદર પ્રવેશી ગયો.
બલ્ગેરિયન વોચ ટાવર પર તહેનાત રક્ષકે દૂરબીનથી એક સશસ્ત્ર ગ્રીક સૈનિકને પોતાની સરહદમાં ઘૂસતો જોયો. તેને જાસૂસ કે હુમલાખોર સમજીને બલ્ગેરિયન રક્ષકે સીધી ગોળી ચલાવી દીધી. ગ્રીક સૈનિક ત્યાં જ ઢળી પડ્યો. તેનો જીવ ચાલ્યો ગયો અને કૂતરો ત્યાંથી ભાગી છૂટ્યો.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
