તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
અંતરિક્ષમાં હવે ‘સુપરફાસ્ટ’ સ્પીડ: NASAએ સ્પેસ સ્ટેશનના વર્ષો જૂના કમ્પ્યુટર્સ બદલ્યા:હવે લેપટોપ કરશે ‘લાઈટ’ની ઝડપે કામ
હાઈ-ટેક અંતરિક્ષ વિજ્ઞાન: જૂની સિસ્ટમને કાયમ માટે કચરાપેટીમાં નાખી:પૃથ્વી પરથી ડેટા પ્રોસેસિંગની ઝંઝટમાંથી મળશે મુક્તિ: નવા હાઈ-પરફોર્મન્સ લેપટોપ્સ ઈન્સ્ટોલ કરાયા:ગંભીર પ્રયોગોના પરિણામો હવે પળવારમાં મળશે

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર કામ કરી રહેલા અવકાશયાત્રીઓ માટે નાસાએ મોટી ભેટ મોકલી છે. વર્ષોથી ચાલી આવતી ધીમી કમ્પ્યુટર સિસ્ટમને સ્થાને હવે નાસાએ લેટેસ્ટ જનરેશનના હાઈ-પરફોર્મન્સ લેપટોપ્સ અને પ્રોસેસર્સ ઈન્સ્ટોલ કરી દીધા છે. જેના કારણે હવે સ્પેસ સ્ટેશનના કમ્પ્યુટર્સ પૃથ્વી પરના સુપર કમ્પ્યુટર્સની જેમ ઝડપથી કામ કરી શકશે.
ISS માટે તૈયાર કરાયેલા કસ્ટમ HP ZBook Fury G9 લેપટોપમાં Intel Core Ultra 9 vPro HX પ્રોસેસર, NVIDIA RTX Pro Blackwell GPU, 128GB DDR5 મેમરી અને ચાર 2TB NVMe SSD જેવી હાઇ-એન્ડ સ્પેસિફિકેશન્સ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ISS માટે “NASA-એક્સક્લૂસિવ” DC પાવર એડેપ્ટર બનાવવામાં આવ્યો છે, કારણ કે પૃથ્વી પર વપરાતા સામાન્ય AC ચાર્જર્સ અંતરિક્ષમાં કામ કરતા નથી.
ઓક્ટોબર 2025થી ISS પર જૂના HP ZBook Fury G2 લેપટોપ્સને બદલીને નવા G9 વર્ઝનમાં અપગ્રેડ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ ISS પર 100થી વધુ આવા આધુનિક વર્કસ્ટેશન્સ કાર્યરત છે. આ સાથે, માઇક્રોગ્રેવિટી માટે ખાસ ડિઝાઇન કરાયેલા HP પ્રિન્ટર્સ પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. નવા ZBook Fury G9 લેપટોપ્સને ISS પર “HP કમ્પ્યુટ પ્લેટફોર્મની ત્રીજી પેઢી” તરીકે ઓળખવામાં આવે છે. આ અપગ્રેડને હાલમાં ખૂબ જ મોટું ટેક્નોલોજીકલ અપગ્રેડ માનવામાં આવે છે. જોકે ISS માટે એ છેલ્લાં અપગ્રેડ્સમાંનું એક પણ બની શકે છે. ISSને આશરે 2030 સુધીમાં ડી-ઓર્બિટ (અંતરિક્ષમાંથી નિવૃત્ત) કરવાની યોજના છે. એટલે કે આ પ્રકારના હાર્ડવેર અપગ્રેડ હવે બહુ ઓછી જોવા મળી શકે છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
