<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી

ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અત્યાધુનિક સેમિકન્ડક્ટર ટેક્નોલોજીના વૈશ્વિક નકશા પરથી આર્થિક જગતને ધ્રુજાવી દેતી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી સફળતા સામે આવી છે! દુનિયાભરમાં એઆઈ (AI) ટૂલ્સ, ડેટા સેન્ટર્સ અને હાઈ-ટેક ઉપકરણોની વધતી જતી ભયાનક માંગ વચ્ચે ટેક્નોલોજીનું પાવરહાઉસ ગણાતો દેશ તાઈવાન આર્થિક વિકાસના તમામ રેકોર્ડ તોડીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બની ગયો છે.

તાઇવાનની જીડીપીમાં વર્ષ૨૦૨૫માં ૮.૭૬ ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ, ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૫.૪૩ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં ૧૨.૯૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
૨૦૨૬ના પહેલા નવ મહિનામાં અર્થતંત્રનો વિકાસદર ૧૪.૨૨ ટકા રહ્યો છે. તાઇવાનના આંકડા દર્શાવે છે કે એઆઈ સેક્ટરમાં થઈ રહેલું જંગી રોકાણ દેશની આર્થિક પ્રગતિનું મુખ્ય કારણ રહ્યું છે.
દેશના વિકાસમાં તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીની મહત્ત્વની ભૂમિકા છે. TSMC વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદક કંપની છે.
એનવીડિયા જેવી અગ્રણી ટેકનોલોજી કંપનીઓને એઆઈ માટે જરૂરી અદ્યતન ચિપનો પુરવઠો કરવામાં TSMC મહત્ત્વનું સ્થાન ધરાવે છે., તાઇવાનની જીડીપીમાં TSMC નું યોગદાન ૮.૯ ટકા હતું. ૨૦૨૬માં કંપનીની ચોખ્ખી આવક ૧૭૫ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૪૩ ટકા વધુ છે.

(6:14 PM IST)