<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

યુદ્ધના મેદાનમાં ‘ટર્મિનેટર’ની એન્ટ્રી: યુક્રેને રોબોટિક આર્મી ઉતારી: હવે મશીનો લડશે જંગ અને માનવ લોહી નહીં વહે

યુદ્ધની પરિભાષા બદલાઈ: યુક્રેને ‘UGV’ વાપરી રશિયન સેનાના છક્કા છોડાવ્યા: લોખંડી યોદ્ધાઓને ગોળી વાગશે તો પણ મોતનો ડર નથી: રિમોટ કંટ્રોલથી ચાલતા ટેન્ક અને મશીનગન ધરાવતા રોબોટ્સનો તરખાટ: શું ભવિષ્યમાં સૈનિકોની જરૂરિયાત ખતમ થઈ જશે? દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતો અચંબિત

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી આપણે આકાશમાં ડ્રોન લડતા જોયા હતા, પણ હવે યુક્રેને જમીન પર ‘રોબોટિક સૈનિકો’ (UGVs) તૈનાત કર્યા છે. આ રોબોટ્સ માત્ર બોમ્બ ડિફ્યુઝ કરવા માટે નહીં, પણ દુશ્મનો પર સીધો ગોળીબાર કરવા અને ઘાયલ સૈનિકોને મેદાનમાંથી સુરક્ષિત બહાર લાવવા માટે પણ સક્ષમ છે.
છેલ્લા ચાર વર્ષથી રશિયા સામે જંગલડી રહેલાં યુક્રેન દ્વારા  અનમેન્ડ ગ્રાઉન્ડ વેહિકલ્સ-યુજીવીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ યુજીવીની ખાસિયત એ છે કે  આ રોબોટને ચલાવવા માટે  કોઇ સૈનિકને ટ્રેઇન કરવા માટે માંડ એક મહિનાનો સમય લાગે છે. આ યુજીવી નાના મધ્યમ કદના વાહનો હોય છે જે સૈનિકોને બદલે ખતરનાક મિશન પાર પાડે છે.
મુવમેન્ટ માટે આ યુજીવી કેટરપિલર ટ્રેકનો ઉપયોગ કરે છે. જેનો દેખાવ ટેન્ક જેવો હોય છે. અથવા આ યુજીવીને મોટા ટાયરો પર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે જેથી તે સરળતાથી ખાઇ, જંગલો અને ખેતરોમાંથી પસાર થઇ શકે છે. યુજીવીના ઉપરના હિસ્સામાં થર્મલ કેમેરા, રિમોટ કન્ટ્રોલ એન્ટેના અને સેન્સર લાગેલાં હોય છે જેને કારણે ઓપરેટર તેને લાંબા અંતરે રહીને કન્ટ્રોલ કરી શકે છે.

 

(6:03 PM IST)