News of Wednesday, 3rd June 2026
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભયાનક ભડકો: ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત: ઈરાને કુવૈત-બહેરીન પર ઝીંક્યા મિસાઈલો: અમેરિકાએ કેશ્મ દ્વીપ પર પ્રચંડ જવાબી હુમલો કરી ઈરાનને ધ્રુજાવ્યું
ખાડી દેશો લોહીલુહાણ, અમેરિકા સબળ સૈન્ય સાથે જંગમાં કૂદ્યું: ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર સુપરસોનિક મિસાઈલોનો પ્રચંડ વરસાદ:વૈશ્વિક સ્તરે પ્રચંડ ખળભળાટ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવો આસમાને

નવી દિલ્હી: વૈશ્વિક રણનીતિ અને જીઓપોલિટિક્સના મંચ પરથી આ સદીનો સૌથી ભયાનક અને કાળજું કંપાવી દેતો લશ્કરી અહેવાલ સામે આવ્યો છે, જ્યાં ઈરાન અને અમેરિકા સામસામે ખુલ્લા યુદ્ધના મેદાનમાં ઉતરી આવ્યા છે. મળતી પાકી વિગતો મુજબ, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને અચાનક જ અમેરિકાના મિત્ર દેશો ગણાતા કુવૈત અને બહેરીન પર ઉપરાછાપરી ઘાતક બેલિસ્ટિક મિસાઈલો છોડીને ભયાનક તબાહી મચાવી દીધી છે. આ હુમલામાં મસમોટી જાનમાલની નુકસાનીના અહેવાલો વહેતા થતાં જ વોશિંગ્ટન લાલચોળ થઈ ગયું હતું અને અમેરિકી પ્રમુખે તાત્કાલિક લોખંડી જવાબી એક્શનના કડક આદેશો જારી કર્યા હતા!
આ સાથે જ અમેરિકાએ આક્રમક વલણ અપનાવીને પોતાની આત્મરક્ષા (Self-Defense) માં ઈરાનના કેશ્મ દ્વીપ (Qeshm Island) પર વળતો પ્રહાર કર્યો છે. ઈરાન દ્વારા કુવૈત અને બહેરીન લક્ષિત અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હતી, પરંતુ તેમાંથી મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) ના સત્તાવાર નિવેદન અનુસાર, ઈરાને પ્રાદેશિક પાડોશી દેશો તરફ ઘણી બેલિસ્ટિક મિસાઈલો દાગી હતી, પરંતુ તે તમામ પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે.
કુવૈત: અહીં છોડવામાં આવેલી બે મિસાઈલો કાં તો તેના લક્ષ્યથી ચૂકી ગઈ હતી અથવા હવામાં જ તૂટી પડી હતી.
બહેરીન: બહેરીન તરફ આવી રહેલી ત્રણ મિસાઈલોને અમેરિકન અને બહેરીનની સંયુક્ત એર ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક ઓળખીને હવામાં જ તોડી પાડી હતી. સદનસીબે આ હુમલાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે વધુમાં વિગતો આપતા જણાવ્યું કે, વળતા પ્રહાર તરીકે ઈરાનના કેશ્મ દ્વીપ અને ગોરુક (Goruk) વિસ્તારમાં આવેલા ઈરાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. અહીં ખાસ કરીને ઈરાનના રડાર સ્ટેશનો, ડ્રોન કંટ્રોલ સાઇટ્સ અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવીને તેમને નષ્ટ કરવામાં આવ્યા છે.
(5:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
