<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે Google Chrome વાપરતા કરોડો યુઝર્સ પર તોળાતું ભયાનક જોખમ: સરકારી એજન્સી CERT-Inએ જાહેર કરી હાઈ-રિસ્ક ચેતવણી

એક નાની ભૂલથી હેકર્સ તમારા કોમ્પ્યુટર અને બેંક ખાતાનો કૂચડો બોલાવી શકે છે: સુરક્ષા એજન્સીના ગંભીર એલર્ટથી ટેક જગત અને યુઝર્સના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:જો તમે પણ તમારા કોમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માટે સૌથી લોકપ્રિય બ્રાઉઝર Google Chrome નો ઉપયોગ કરતા હોવ, તો તમારે અત્યંત સાવધાન રહેવાની જરૂર છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In (Indian Computer Emergency Response Team) દ્વારા Google Chrome યુઝર્સ માટે એક અત્યંત સનસનાટીભરી અને ગંભીર સુરક્ષા ચેતવણી જાહેર કરવામાં આવી છે. એજન્સીએ આ બ્રાઉઝરમાં રહેલી કેટલીક ખતરનાક ટેકનિકલ ખામીઓ (Vulnerabilities) અંગે 'હાઈ-રિસ્ક' એલર્ટ આપીને યુઝર્સને તાત્કાલિક સચેત રહેવા જણાવ્યું છે.
CERT-In ના જણાવ્યા અનુસાર, Chromeમાં ઘણી ટેકનિકલ ખામીઓ મળી આવી છે, જેમાં JavaScript ઇન્જિન, GPU, FileSystem અને WebGL સાથે જોડાયેલી ખામીઓ સામેલ છે. સાઇબર હુમલાખોરો કોઈ ખાસ વેબપેજ દ્વારા તેનો ફાયદો ઉઠાવી શકે છે. આનાથી ડિવાઇસમાં ખતરનાક કોડ ચાલવાનો, સુરક્ષા પ્રતિબંધો તોડવાનો અથવા બ્રાઉઝર ક્રેશ થવાનો ખતરો છે. આમાં CVE-2026-125350 નામની એક ખામી એવી છે, જેનો હુમલાખોરો પહેલેથી જ ખોટો ઉપયોગ કરી રહ્યા છે, જોકે Google એ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે હુમલાખોરો કઈ રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને તેની પાછળ કયા લોકો છે.
CERT-In એ 10 નવેમ્બર 2026 ના રોજ Google માં મળેલી સુરક્ષા ખામીઓ અંગે ચેતવણી જાહેર કરી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, Chromeના જૂના વર્ઝન વાપરતા યુઝર્સ આ નબળાઈઓથી પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત Chrome Extended Stable ના જૂના વર્ઝન પર પણ જોખમ યથાવત છે. એજન્સીએ આ નબળાઈઓને ગંભીર કેટેગરીમાં મૂકી છે. આવી સ્થિતિમાં જૂના વર્ઝન પર ચાલી રહેલા બ્રાઉઝરનો ઉપયોગ કરતા યુઝર્સની સિસ્ટમ પર સાઇબર હુમલાનું જોખમ હોઈ શકે છે.
CERT-Inએ યુઝર્સને Google તરફથી જાહેર કરાયેલ સિક્યોરિટી અપડેટ વહેલી તકે ઇન્સ્ટોલ કરવાની સલાહ આપી છે. આ માટે કમ્પ્યુટર પર Chrome ખોલો અને ઉપર જમણી બાજુ આપેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. આ પછી Helpમાં જઈને About Google Chrome પર જાઓ. બ્રાઉઝર આપમેળે અપડેટ ચેક કરશે. અપડેટ ઉપલબ્ધ હોવા પર તેને ઇન્સ્ટોલ કરો અને પ્રક્રિયા પૂરી કરવા માટે Chrome ને ફરીથી શરૂ કરો.

 

(5:59 PM IST)