<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

મધ્યપૂર્વમાં મહાયુદ્ધનો ભયાનક ધડાકોઃ ઈરાનના ચાબહારથી લઈને અબ્બાસ બંદર સુધી અમેરિકાનો સટાકથી કાળમુખો મિસાઈલમારો

ઈરાનની ધરતી પર અમેરિકી મિસાઈલો ત્રાટકી, અગનગોળા વરસ્યા: મહાસત્તાના વિસ્ફોટક હુમલાથી આખું મધ્યપૂર્વ ધ્રૂજી ઊઠ્યુંઃ બંદરો અને લશ્કરી ઠેકાણાંઓ પર ભયાનક તારાજી, વિશ્વભરમાં કાન ફાડી નાખે તેવી સનસનાટી

નવી દિલ્હી: મધ્યપૂર્વ (Middle East)ના સમરાંગણમાંથી આખી દુનિયાના હોશ ઉડાવી દે તેવા અને કાળજું કંપાવી દે તેવા અતિ-સનસનાટીભર્યા સમાચારનો વિસ્ફોટક ધડાકો થયો છે! ઈરાન અને અમેરિકા વચ્ચેના તંગદિલીભર્યા સંબંધો આખરે ભયાનક યુદ્ધમાં ફેરવાઈ ગયા હોય તેમ અમેરિકી વાયુસેના અને નૌકાદળે ઈરાનના અત્યંત વ્યૂહાત્મક ગણાતા ચાબહાર બંદરથી લઈને બંદર અબ્બાસ સુધીના વિસ્તારમાં એકસાથે સટાકથી દડાધડ મિસાઈલમારો કરી દીધો છે!
અમેરિકા અને ઇરાન વચ્ચે સોમવારે ફરીથી જંગની સ્થિતિ બની ગઈ છે. પીસ ડીલને લઈને ચાલતી વાતચીત અંગે અમેરિકાએ હોર્મુઝની ખાડીની આસપાસ ઇરાનના ઇસ્લામિક ગાર્ડ્સ કોર્પ્સના થાણાઓ પર હુમલા કર્યા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ આ લશ્કરી કાર્યવાહી હોર્મુઝમાં કોમર્સિયલ શિપ અને આ ક્ષેત્રમાં ગોઠવવામાં આવેલા અમેરિકન સૈનિકો પર ઇરાને કરેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. ઇરાનના સ્થાનિક પ્રસારમાધ્યમોના જણાવ્યા મુજબ એમેરિકાના હુમલા પછી દક્ષિણ અને દક્ષિણ-પૂર્વી ઇરાનના મોટા હિસ્સામાં વિસ્ફોટોના અવાજ સંભળાયા. ચાબહાર, બંદર અબ્બાસ, કોણારક, કશમ, જાસ્ક, સિરિક અને મીનાબ જેવા દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વિસ્ફોટ થયા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે અમેરિકન લશ્કરે અમેરિકન સમય મુજબ બપોરે ૧૨ વાગે આઇઆરજીસીના ઠેકાણાઓ પર હુમલા શરૂ કર્યા.

 

(5:49 PM IST)