તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
મધ્યપૂર્વમાં ત્રીજા વિશ્વયુદ્ધનો ભયાનક ધડાકોઃ હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકાએ ૮૬ જહાજો રોકી દીધા: યમનમાંથી હૂતી રાક્ષસોએ સટાકથી ઝીંકી ૧૦ બેલિસ્ટિક મિસાઈલો
પૃથ્વી પર મહા-વિનાશના એંધાણ: લાલ સમુદ્ર અને અખાતમાં ભયાનક અગનજ્વાળાઓઃ યુએસ નેવીએ દરિયાઈ માર્ગની નાકેબંધી કરતાં તેલ બજારમાં હાહાકાર: મિસાઈલ ધમાકાથી સમગ્ર વિશ્વમાં સનસનાટી અને ભારે અરેરાટી

નવી દિલ્હી: મધ્યપૂર્વના રણમેદાનમાં સળગી રહેલી યુદ્ધની ભયાનક જ્વાળાઓએ હવે આખી દુનિયાના હોશ ઉડાડી દીધા હોય તેવો કાન ફાડી નાખતો અને લોહી થીજાવી દેતો સનસનાટીભર્યો ધડાકો થયો છે! યુદ્ધનો વ્યાપ ક્ષણવારમાં બેકાબૂ બની જતાં વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપારી માર્ગ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં અમેરિકી નૌકાદળે રાક્ષસી સપાટો બોલાવીને ૮૬ જેટલા માલવાહક જહાજોને સટાકથી અટકાવી દીધા છે!
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, યુએસ નેવી હોર્મુઝસ્ટ્રેટમાં ઈરાન સામેની નાકાબંધીને અત્યંત સખત રીતે લાગુ કરી રહી છે. 2 સપ્ટેમ્બર સુધીમાં કાયદા અને નિયમોનું પાલન કરાવવા માટે અમેરિકન સેનાએ 86 કમર્શિયલ જહાજોના માર્ગ બદલ્યા છે. આ સિવાય 3 જહાજોને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે અને 2 જહાજો પર સવાર થઈને તપાસ હાથ ધરવામાં આવી છે.
અમેરિકાની કાર્યવાહી વચ્ચે યમનમાં ઈરાન સમર્થિત હૂતી બળવાખોરોએ અચાનક 10 બેલિસ્ટિક મિસાઈલો દાગીને તંગદિલી વધારી દીધી છે. યમનની સરકારી સેનાના જણાવ્યા અનુસાર, આ મિસાઈલો પશ્ચિમ યમનના વિસ્તારોને લક્ષ્ય બનાવીને લોન્ચ કરવામાં આવી હતી. મુખ્યત્વે તાઈઝ પ્રાંતના મોખા શહેર અને હોદેઈદાહ પ્રાંતના અલ-ખોખા જિલ્લા પર આ હુમલા કરાયા હતા. યમનના સ્થાનિક સૂત્રો અનુસાર, મોટાભાગની મિસાઈલો મોખા શહેર તરફ દાગવામાં આવી હતી, જ્યાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી હૂતીઓ દ્વારા સતત ડ્રોન હુમલા પણ થઈ રહ્યા છે. મિસાઈલ હુમલાની સાથે જ યમનમાં હૂતીઓ અને સરકારી દળો વચ્ચે જમીની લડાઈ પણ હિંસક બની છે. તાઈઝના અલ-કદહા-અલ-બરાહ વિસ્તારમાં હૂતી લડવૈયાઓએ જમીની આક્રમણ કર્યું હતું, પરંતુ સરકારી સેનાએ વળતો પ્રહાર કરીને તેમને પાછળ હટવા મજબૂર કર્યા હતા.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
