તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભયાનક ભણકારાં: કુવૈત પર ઈરાનનો પ્રચંડ મિસાઈલ-ડ્રોન એટેક: અમેરિકા સબળ લશ્કરી તાકાત સાથે વળતા પ્રહાર માટે મેદાનમાં ઉતર્યું
વૈશ્વિક કટોકટી વચ્ચે આખું વિશ્વ ધ્રૂજી ઉઠ્યું: કુવૈતના આકાશી સીમાડા લોહીલુહાણ: અમેરિકાની સખત કાનૂની અને લશ્કરી જવાબી કાર્યવાહીથી ખાડી દેશોમાં ભયાનક અફરાતફરી

નવી દિલ્હી: મધ્ય-પૂર્વ (Middle East) ના ભૌગોલિક અને રાજકીય ક્ષેત્રે અચાનક એક બહુ જ મોટો વિસ્ફોટ થયો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. ક્ષેત્રીય વર્ચસ્વની લડાઈમાં ઈરાન દ્વારા કુવૈત પર એકસાથે અસંખ્ય અત્યાધુનિક મિસાઈલો અને સશસ્ત્ર ડ્રોન વડે ભયાનક હુમલો કરવામાં આવતા સમગ્ર ખાડી વિસ્તાર હચમચી ગયો છે. કુવૈતની સુરક્ષા અને વૈશ્વિક ઓઈલ સપ્લાય ચેઈનને બચાવવા માટે અમેરિકાએ સહેજ પણ મોડું કર્યા વિના પોતાના શક્તિશાળી ફાઈટર જેટ્સ અને ડિફેન્સ સિસ્ટમ સાથે વળતી વિનાશક કાર્યવાહી શરૂ કરી દેતા પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ છે.
કુવૈત ન્યૂઝ એજન્સી (KUNA) ના જણાવ્યા અનુસાર, હુમલાને પગલે સમગ્ર દેશમાં યુદ્ધના સાયરેન (War Sirens) વાગી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે દહેશતનો માહોલ છે અને તેઓ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. કુવૈતી સેનાએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને તાત્કાલિક એક્ટિવ કરી દીધી છે, જે દુશ્મન તરફથી આવી રહેલી મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડી રહી છે.
આ દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) દ્વારા ઈરાન પર સૈન્ય હુમલા કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ઉડી રહેલા અમેરિકન MQ-1 ડ્રોનને તોડી પાડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ 'સેલ્ફ-ડિફેન્સ' (સ્વ-બચાવ) હેઠળ ઈરાન પર મર્યાદિત એરસ્ટ્રાઈક કરી છે. શનિવાર અને રવિવાર દરમિયાન કરાયેલા આ હુમલામાં અમેરિકન ફાઈટર એરક્રાફ્ટે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે વન-વે એટેક ડ્રોનને નષ્ટ કરી દીધા છે. ઈરાનના ગોરુક (Goruk) વિસ્તાર અને કેશ્મ દ્વીપ (Qeshm Island) પર આવેલા રડાર તેમજ ડ્રોન કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
