<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

થાઇલેન્‍ડના સુપરમાર્કેટમાં પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ હોવાથી પેકેજિંગ માટે કેળનાં પાનનો ઉપયોગ શરૂ

કેળના પાનની નાની બાસ્‍કેટ્‍સ બનાવીને એને વાંસની દોરીથી બાંધીને મજાનું પેકેજિંગ કરવામાં આવે છે

બેંગકોક,તા.૧૧: વિશ્વભરમાં પ્‍લાસ્‍ટિકને કારણે પેદા થતું પ્રદૂષણ નાથવા માટે લોકો જાગૃત થઈ રહ્યા છે. વનટાઇમ યુઝ થતું પ્‍લાસ્‍ટિક સમુદ્ર, નદીઓ અને જમીનને પ્રદૂષિત કરી રહ્યું હોવાથી એનો ઓછામાં ઓછો ઉપયોગ કરતા ઉપાયો અપનાવાઈ રહ્યા છે. આ જ પહેલના ભાગરૂપે થાઇલેન્‍ડના એક સુપરમાર્કેટમાં પ્‍લાસ્‍ટિક પર જ પ્રતિબંધ મુકાઈ ગયો છે. આ પ્રતિબંધને કારણે મોટા ભાગની ચીજો કાગળના રેપરમાં બાંધવામાં આવે છે. જોકે અહીં શાકભાજી અને ફળોનું પેકેજિગ કરવા માટે કેળનાં પાન વાપરવામાં આવે છે. કેળના પાનની નાની બાસ્‍કેટ્‍સ બનાવીને એને વાંસની દોરીથી બાંધીને મજાનું પેકેજિગ કરવામાં આવે છે. સુપરમાર્કેટનો આ વિકલ્‍પ સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે અને કેળનાં પાન થોડાં જ અઠવાડિયાંમાં માટીમાં મળીને કમ્‍પોસ્‍ટ બની જાય છે. ગ્રાહકોને પણ આ વિકલ્‍પ ગમી ગયો છે, કેમ કે કેળના પેકેજિગને કારણે ફળો અને શાકભાજી ફ્રેશ પણ રહે છે

(9:56 AM IST)