<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

આ છે દુનિયાનો સૌથી મોંઘો પોપટ, કિંમત એટલી કે આવી જાય લક્‍ઝરી BMW કાર!

આ પોપટ તેની સુંદરતા અને તાકાત માટે આખી દુનિયામાં જાણીતો છે : પોપટની કિંમત ૧.૨ કરોડ (લગભગ ૧,૫૦,૦૦૦ અમેરિકી ડોલર) સુધી પહોંચી શકે છે

લંડન,તા.૧૫: જો તમે એવું વિચારતા હોય કે પાલતુ પ્રાણીઓ મોંઘા નથી હોતા, તો દુનિયાના આ સૌથી અનોખા પોપટની કિમત સાંભળીને તમે ચોંકી જશો. આ એક એવો પોપટ છે જેની કિમતમાં તમે આરામથી એક લક્‍ઝરી ગ્‍પ્‍ષ્‍ કાર ખરીદી શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ હાયસિન્‍થ મકાઉની, જેને દુનિયાનો સૌથી મોંઘો પોપટ માનવામાં આવે છે. આ પોપટની કિંમત ૧.૨ કરોડ (લગભગ ૧,૫૦,૦૦૦ અમેરિકી ડોલર) સુધી પહોંચી શકે છે. ભારતમાં પણ કેટલાક ખાસ બ્રીડર્સ અને ઈમ્‍પોર્ટેડ પક્ષીઓના બજારમાં તેની માંગ ખૂબ વધારે છે. અમીર લોકો અને પક્ષી પ્રેમીઓ તેને સ્‍ટેટસ સિમ્‍બોલ તરીકે રાખવા માંગે છે. ભારતમાં પણ ઘણી જગ્‍યાએ તેની કિમત ૧૨થી ૧૫ લાખ રૂપિયા હોય છે, પરંતુ ઇન્‍ટરનેશનલ માર્કેટમાં તે કરોડોમાં વેચાય છે.

હાયસિન્‍થ મકાઉ પોપટ ૩ ફૂટ (લગભગ ૧ મીટર) સુધી લાંબો હોઈ શકે છે. તે દુનિયાનો સૌથી વધુ ઉડતો પોપટ છે. આખા શરીર પર ઘેરો વાદળી રંગ હોય છે, જે તેને 'બ્‍લૂ ડાયમંડ બર્ડ'નું નામ આપે છે. આંખોની આસપાસનું પીળું વર્તુળ તેને વધુ આકર્ષક બનાવે છે. તેની ચાંચ અત્‍યંત શક્‍તિશાળી હોય છે. તે નાળિયેરને ગાજરની જેમ સરળતાથી ચાવી જાય છે. તેનો મુખ્‍ય આહાર નટ્‍સ, બીજ, ફળો અને નાળિયેર છે. તે ૫૦થી ૮૦ વર્ષ સુધી જીવી શકે છે. એટલે કે જો તમે તેને ખરીદો છો, તો તે ઘણી પેઢીઓ સુધી તમારા પરિવાર સાથે રહી શકે છે. આ પોપટ ખૂબ જ હોશિયાર હોય છે. તેઓ કેટલાક શબ્‍દો બોલી શકે છે અને પોતાના માલિક સાથે ઊંડો ભાવનાત્‍મક સંબંધ રાખે છે.

બ્‍લેક પામ કોકાટૂઃ ઇન્‍ડોનેશિયાનો દુર્લભ પોપટ, કિમત લાખો રૂપિયા હોવાનું કહેવાય છે.

એક્‍લેક્‍ટસ પોપટઃ નર લીલા અને માદા લાલ-જાંબલી રંગની હોય છે. ભારતમાં પણ તેની સારી કિમત મળે છે.

આફ્રિકન ગ્રે પોપટઃ સૌથી વધુ બોલતો પોપટ. ભારતમાં ૧.૫ લાખ સુધી મળી શકે છે.

સ્‍પિક્‍સ મકાઉઃ અત્‍યંત દુર્લભ, ક્‍યારેક લાખો-કરોડોમાં વેચાય છે.

આ પોપટોની કિમત તેમની દુર્લભતાને કારણે છે. આકર્ષક વાદળી રંગ અને મોટું કદ તેને ખાસ બનાવે છે. સાથે જ લાંબી ઉંમર અને ઉચ્‍ચ બુદ્ધિને કારણે લોકો તેને પાળવા માંગે છે. જોકે, તેના પાલન-પોષણમાં વિશેષ કાળજીની જરૂર હોય છે.

 

(10:14 AM IST)