<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

આ મહિલા ગોસિપ કરીને કમાણી કરે છે

કોલંબિયાની ૬૭ વર્ષની મરિયમબહેને પાડોશીઓની ગોસિપ અને ખાનગી વાતો એકઠી કરીને એને કમાણીનું સાધન બનાવી દીધું : હવે લોકો તેની ગોસિપ-બુક વાંચવા પૈસા ચૂકવે છે અને ખાસ સીક્રેટ માહિતી માટે તે પ્રીમિયમ ચાર્જ વસૂલે છે

ક્‍વિન્‍ડિઓ,તા.૧૧: કોલંબિયાના ક્‍વિન્‍ડિઓ પ્રાંતમાં રહેતી ૬૭ વર્ષની મરિયમ નામની એક મહિલાએ તેના શોખના વિષયને કમાણીનું સાધન બનાવી દીધું છે. તેનો શોખ હતો પાડોશીઓ અને પોતાના આખા વિસ્‍તારમાં શું બને છે એની ગોસિપ કરવી. પરિવારના ઝઘડા હોય, કોઈકના સીક્રેટ સંબંધો હોય, લોકલી કોઈકનો એકબીજા સાથે ૩૬નો આંકડો હોય કે કોઈકના ઘરમાં કંઈક સીક્રેટ ઘટના ઘટે જે લોકો છુપાવવા માગતા હોય એ બધું મરિયમબહેનને જાણવું બહુ ગમતું. પોતાનાં ‘સૂત્રો' દ્વારા મરિયમ આખા વિસ્‍તારની આવી ખાનગી વાતો એકઠી કરતી. તેણે એ ગોસિપની વાતો લખવાનું પણ શરૂ કર્યું હતું. પહેલાં તો તે એમ જ ગોસિપ બીજાને જાણવી હોય તો કહી દેતી, પણ કેટલાક લોકો એ ગોસિપ કઈ રીતે લખેલી છે એ જાણવામાં રસ ધરાવતા હતા. તેને થયું કે પોતાના જેવો જ ગોસિપમાં બીજાને બહુ રસ પડે છે તો એને મોનેટાઇઝ કેમ ન કરવું? તેણે પોતાની ગોસિપ-બુક વાંચવા માટે પૈસા લેવાનું શરૂ કરી દીધું. લોકો પૈસા આપવા પણ માંડ્‍યા. બસ, મરિયમબહેનની ગોસિપની ગાડી પુરજોશમાં દોડી રહી છે. સારી અને અત્‍યંત સીક્રેટ ગોસિપ માટે હવે તે પ્રીમિયમ ચાર્જ વસૂલી રહી છે.

(9:58 AM IST)