હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ત્રણ યુવકોએ કરી લીધા એકબીજાની બહેન સાથે લગ્ન
મિત્રોમાંથી બની ગયા જીજુ! સોશિયલ મીડિયા પર ત્રણ કપલના લગ્નની તસવીર વાયરલ થઈ રહી છે

ન્યૂયોર્ક તા.૧૯: સોશિયલ મીડિયા આજકાલ પોઝિટિવ અને રસપ્રદ કહાનીઓથી ભરેલું પડ્યું છે. આવી જ એક અનોખી કહાની તાજેતરમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં ત્રણ જીગરી મિત્રોએ એકબીજાની બહેનો સાથે લગ્ન કરીને ન માત્ર પોતાની દોસ્તીને એક નવા સ્તર પર પહોંચાડી છે, પરંતુ પરિવારને પણ જોડી દીધો છે.
વાયરલ થઈ રહેલી સ્ટોરી અનુસાર, મિત્રો શાળાના સમયથી જ એકબીજાની ખૂબ નજીક રહ્યા છે. કોલેજ પછી પણ તેમની દોસ્તી ઓછી ન થઈ. વર્ષો સુધી સાથે ફરવું, પાર્ટી કરવી, મુશ્કેલીઓમાં એકબીજાનો સાથ આપવો, આનાથી તેમની દોસ્તી એક મિસાલ બની ચૂકી હતી, પરંતુ તેમણે આગળ જે કર્યું, તે કોઈએ વિચાર્યું પણ નહોતું.
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આમાં ત્રણ મિત્રો એક સાથે લગ્નના જોડામાં નજરે પડ્યા હતા. ત્રણેય મિત્રો પોતપોતાની દુલ્હન સાથે નજરે પડ્યા હતા. આ રીતે ત્રણેય મિત્રો હવે એકબીજાના બનેવી પણ બની ગયા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ત્રણેય કપલ એક સાથે નજરે પડી રહ્યા છે. લગ્નના ફંક્શનમાં થયેલી મસ્તી, હસી-મજાક અને ભાવુક ક્ષણોની તસવીરો જોઈને લોકો કોમેન્ટ્સમાં લખી રહ્યા છે કે, ‘‘આ તો રિયલ લાઈફ બોલિવૂડ સ્ટોરી છે'', ‘‘દોસ્તીનો આવો નઝારો ભાગ્યે જ જોવા મળે છે.''
ત્રણેય જોડાના જોઈન્ટ ફોટોશૂટ અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. લગ્નમાં એકબીજાને ચીડવવાની ક્ષણો, નાચતા બનેવી અને ભાવુક બહેનોની મોમેન્ટ્સ જોઈને દરેક વ્યક્તિ હસી રહી છે. આ ઘટના ઘણી રીતે ખાસ છે. આજકાલના સમયમાં જ્યાં સંબંધો તૂટવાના સમાચાર વધુ આવે છે, ત્યાં આ ત્રણ મિત્રોની કહાની આશા જગાડે છે. જોકે, આ સ્ટોરી સાચી છે કે નહીં, તેના પર હજુ મૂંઝવણ છે, પરંતુ લોકોને આ સ્ટોરી ખૂબ પસંદ આવી રહી છે. આ સ્ટોરીએ બતાવ્યું કે સાચી દોસ્તીમાં ભરોસો હોય તો સંબંધો વધુ મજબૂત થઈ શકે છે. હવે ત્રણેય પરિવાર એક મોટા પરિવારની જેમ રહે છે. ઘણા લોકો પોતાની દોસ્તીની કહાનીઓ પણ શેર કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તો મજાકમાં કહી રહ્યા છે કે, ‘‘હવે ચોથા મિત્ર માટે પણ જલદીથી બહેન શોધી આપો''









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
