તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ચીનમાં ટોઇલેટ અને બેડ સાથેની ટોયોટા કાર લોન્ચ થઈ
ડ્રાઇવર સાથે ચાર વ્યક્તિ બેસી શકે એવી આ જાયન્ટ કારમાં એક સ્લીપિંગ સ્પેસ પણ છે અને ટોઇલેટ પણ

બીજીંગ,તા.૨૪: ચીનમાં ગાડીઓ અત્યાધુનિક ટેક્રોલોજી ધરાવતી હોય છે, પરંતુ અહીં સ્ટાન્ડર્ડ કારને મોડિફાય કરવાનું પણ આફટરમાર્કેટ ખૂબ વિકસ્યું છે. તાજેતરમાં સ્ટાન્ટર્ડ ટોયોટા હિયાસ વેનને હરતી-ફરતી VIP લાઉન્જ બનાવીને લોન્ચ કરવામાં આવી છે. એની કિમત ૫૦,૦૦૦ ડોલર એટલે કે લગભગ ૪૯ લાખ રૂપિયા જેટલી છે. આ કાર વેન સાઇઝની જ છે. ડ્રાઇવર સાથે ચાર વ્યક્તિ બેસી શકે એવી આ જાયન્ટ કારમાં એક સ્લીપિગ સ્પેસ પણ છે અને ટોઇલેટ પણ. લેધરની સીટો પણ પથારીની જેમ ફલેટ થઈ શકે છે. એમાં એક મલ્ટિ-કલર LED સ્ટારલાઇટ સીલિગ હોવા ઉપરાંત ડ્રાઇવર અને પાછળની સીટોને અલગ પાડે એવું લાકડાનું પાર્ટિશન પણ છે. પાર્ટિશન ઊભું કરી દો તો એની અંદરથી ફલેટ સ્ક્રીનનું ટીવી પણ બહાર આવે છે. આ કારની સૌથી મોટી હાઇલાઇટ છે એમાં બનાવાયેલું ટોઇલેટ. જાણે કોઈ ટ્રેનમાં હોય એવું કોમ્પેક્ટ ટોઇલેટ કમોડ, સિન્ક અને મિરર સાથેનું ટોઇલેટ ફલશ પણ છે. આ પેસેન્જર વેનને બદલે પ્રાઇવેટ કેબિનની ગરજ સારે છે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
