તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
ડ્રેગનનો 'કાળ' બનીને આવશે ટ્રમ્પ: સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા સાથે અમેરિકાની મસમોટી સંરક્ષણ ડીલ: ચીની નૌસેનાના રસ્તા બંધ
સમુદ્રમાં સુપરપાવરની 'સર્જિકલ સ્ટ્રાઈક': ટ્રમ્પ સમુદ્રને બનાવશે અજેય હથિયાર: ઈન્ડોનેશિયાના વ્યૂહાત્મક ટાપુઓ પર અમેરિકી સેનાનો પહેરો? બેજિંગમાં હડકંપ: દક્ષિણ ચીન સાગરમાં ચીની ડાકુઓની ખેર નથી:અમેરિકાના આ એક નિર્ણયથી એશિયાનું ભૂ-રાજકારણ પલટાયું: શું ચીન હવે બેકફૂટ પર આવશે?

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને વિશ્વના સૌથી મોટા મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયા સાથે એક અત્યંત મહત્વપૂર્ણ સુરક્ષા કરાર કરીને ચીનની ઊંઘ હરામ કરી દીધી છે. આ ડીલ અંતર્ગત અમેરિકા અને ઈન્ડોનેશિયા સમુદ્રી સીમાઓ પર સંયુક્ત પેટ્રોલિંગ અને અત્યાધુનિક સંરક્ષણ સિસ્ટમ તૈનાત કરશે. આ કરારનો સીધો અર્થ એ છે કે જે સમુદ્રી માર્ગો પર ચીન પોતાનો એકાધિકાર જમાવવા માંગતું હતું, ત્યાં હવે અમેરિકાના 'હથિયારો' ગરજશે.
ચીની અર્થતંત્ર માટે મલક્કાનો રસ્તો લાઇફલાઇન સમાન છે. 2003માં તત્કાલીન ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતિાઓએ મલક્કા ડિલેમા શબ્દ આપ્યો હતો. તેમને ડર હતો કે, ભવિષ્યમાં ભારત અને અમેરિકા જેવી શક્તિઓ આ રસ્તો બ્લોક કરીને ચીનની અર્થવ્યવસ્થાને તબાહ કરી શકે છે. આજે પણ ચીનનો મોટાભાગનો તેલ અને ગેસ પુરવઠો આ 900 કિલોમીટર લાંબા સાંકડા સમુદ્રી માર્ગેથી પસાર થાય છે.
વોશિંગ્ટનમાં અમેરિકી રક્ષા સચિવ પીટ હેગસેથ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો વચ્ચે થયેલી બેઠકે ચીનની ચિંતા વધારી છે. આ ડીલ હેઠળ ઇન્ડોનેશિયા અમેરિકાને તેના એરસ્પેસના ઉપયોગની મંજૂરી આપી શકે છે. જો અમેરિકાને અહીંથી ઓપરેશન ચલાવવાની છૂટ મળે, તો તે હિંદ મહાસાગરથી લઈને દક્ષિણ ચીન સાગર સુધી ચીનની દરેક હિલચાલ પર બાજ નજર રાખી શકશે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
