તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
મિડલ ઈસ્ટના જંગમાં ટ્રમ્પની ‘શાંતિની ગૂગલી’: ‘હું ઈરાન પર પરમાણુ હુમલો નહીં કરું’:ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાતથી દુનિયા અચંબિત
યુદ્ધના ભયાનક ઓથાર વચ્ચે ટ્રમ્પનો ‘માસ્ટરસ્ટ્રોક’: બાઈડન પ્રશાસનની નિષ્ફળતા પર પ્રહાર કરતા કહ્યું - ‘મારા સમયમાં શાંતિ હતી અને રહેશે’: પરમાણુ શસ્ત્રોના ઉપયોગને નકારીને મુસ્લિમ વોટર્સ અને એન્ટિ-વોર લોબીને રીઝવવાનો ખેલ? વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે ટ્રમ્પની આ જાહેરાત પાછળનું ગણિત શું?

નવી દિલ્હી: વિશ્વ અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઉભું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી ચૂંટણીના મજબૂત દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ધડાકો કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે જો તેઓ ફરીથી સત્તા પર આવશે, તો ઈરાન પર કોઈ પણ પ્રકારનો પરમાણુ હુમલો (Nuclear Attack) નહીં કરે. મિડલ ઈસ્ટમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ દરમિયાન ટ્રમ્પનું આ નિવેદન અત્યંત સૂચક માનવામાં આવી રહ્યું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, 'હું પરમાણુ હથિયારોનો ઉપયોગ શા માટે કરીશ? અમે પરંપરાગત શસ્ત્રો દ્વારા જ ઈરાનના સૈન્ય માળખાને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. કોઈએ પણ ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અમેરિકાએ આ ઘાતક હથિયાર વિના જ ઈરાનની લશ્કરી કમર તોડી નાખી છે, તેની નૌકાદળ ડૂબી ગઈ છે અને વાયુસેના તેમજ રડાર સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો છે.'
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરતા ટ્રમ્પે ફેક ન્યૂઝના અહેવાલોને ફગાવતાં લખ્યું હતું કે, 'જેઓ એમ માને છે કે હું ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ દબાણ હેઠળ કે ઉતાવળમાં છું, તે ખોટા છે. મારી પાસે દુનિયાનો બધો જ સમય છે, પરંતુ ઈરાન પાસે સમય નથી. તેમની ઘડિયાળ ટિક ટિક કરી રહી છે!'
એક તરફ શાંતિ અને કરારની વાતો થઈ રહી છે, તો બીજી તરફ અમેરિકાએ પોતાની વ્યૂહાત્મક તૈયારીઓ તેજ કરી દીધી છે. યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ હિંદ મહાસાગરમાં પહોંચતા હવે આ ક્ષેત્રમાં અમેરિકાના ત્રણ એરક્રાફ્ટ કેરિયર્સ તહેનાત થયા છે. જેમાં યુએસએસ અબ્રાહમ લિંકન અરબી સમુદ્રમાં તહેનાત, યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ રાતા સમુદ્રમાં તહેનાત અને યુએસએસ જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ હિંદ મહાસાગરમાં પહોંચ્યું છે. નોંધનીય છે કે, ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો કે ઈરાન સાથે કરાર ત્યારે જ થશે જો તે અમેરિકા અને તેના સાથી દેશો માટે ન્યાયી અને ફાયદાકારક હશે.
(5:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
