<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ચીનમાં ૧૦ મિનિટમાં ૧.૫ લીટર કોલ્‍ડ ડ્રિન્‍ક પી જનારા બાવીસ વર્ષના યુવકનું મૃત્‍યુ

ગેસનું પ્રમાણ વધી જતાં લિવર સુધી ઓક્‍સિજન પહોંચવાનું અટકી ગયું અને તાત્‍કાલિક લિવર ફેઇલ થઈ જતાં યુવાનને પેટમાં ધીમો દુખાવો ઊપડયો હતો

બીજિંગ,તા.૦૧: ગરમીથી રાહત મેળવવા માટે જુવાનિયાઓ કોલ્‍ડ ડ્રિન્‍ક્‍સ ઢીંચી જતા હોય છે. જોકે ચીનની રાજધાની બીજિગમાં બાવીસ વર્ષના એક યુવાનને ગરમીથી છુટકારો મેળવવા માટે કોલ્‍ડ ડ્રિન્‍ક પીવાનું ભારે પડી ગયું. યુવાનને બહુ તરસ લાગી હતી એટલે તે એકસાથે ૧.૫ લીટર કોલ્‍ડ ડ્રિન્‍ક ગટગટાવી ગયો હતો. જોકે એ કાર્બોનેટેડ ડ્રિન્‍ક હોવાથી શરીરમાં ગેસનું સ્‍તર ખતરનાક રીતે વધી ગયું હતું. ગેસનું પ્રમાણ વધી જતાં લિવર સુધી ઑક્‍સિજન પહોંચવાનું અટકી ગયું અને તાત્‍કાલિક લિવર ફેઇલ થઈ જતાં યુવાનને પેટમાં ધીમો દુખાવો ઊપડ્‍યો હતો. લગભગ ૬ કલાક પછી દુખાવો અસહ્ય થઈ જતાં તરત તેને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો. ત્‍યાં સુધીમાં લિવર સહિત આંતરિક અવયવો પર સોજો આવી ગયો હતો, હાર્ટ-રેટ ખૂબ જ વધી ગયો અને બ્‍લડપ્રેશર એટલું ઘટી ગયું કે કોઈ દવા કામ ન લાગી. ડોક્‍ટરોએ યુવાનને બચાવવાના તમામ પ્રયત્‍નો કરી લીધા, પણ લિવર એ હદે ડેમેજ થઈ ગયું હતું કે જીવ બચાવવો સંભવ ન બન્‍યો. ટૂંકમાં કાર્બોનેટેડ કોલ્‍ડ ડ્રિન્‍ક્‍સ પીવામાં પ્રમાણભાન રાખવું જરૂરી છે

(9:56 AM IST)