<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જોડિયા બહેનોના પિતા અલગ નીકળ્‍યા, ૪૯ વર્ષે DNA ટેસ્‍ટમાં રહસ્‍ય ઉજાગર થયું

જીવનના પાંચ દાયકા વીતી ગયા ત્‍યાં સુધી તેમને અંદાજ નહોતો કે તેઓ ટ્‍વિન્‍સ ભલે હોય, તેમના પિતા એક નથી

નોટિગહેમ,તા.૭: બ્રિટનના નોટિગહેમમાં ૧૯૭૬માં જન્‍મેલી મિશેલ અને લાવિનિયા નામની બે બહેનો વર્ષોથી ટ્‍વિન સિસ્‍ટર્સની જેમ ઊછરી હતી. તેમનો પરિવાર પણ આ છોકરીઓ ટ્‍વિન્‍સ છે એવું માનતો હતો. બન્ને સાથે જ મોટી થઈ હતી અને બન્ને વચ્‍ચે પ્રેમ પણ જોડિયાં બહેનો જેવો જ હતો. જીવનના પાંચ દાયકા વીતી ગયા ત્‍યાં સુધી તેમને અંદાજ નહોતો કે તેઓ ટ્‍વિન્‍સ ભલે હોય, તેમના પિતા એક નથી. જોકે ઘણા સમયથી મિશેલને પિતા સાથેના સંબંધોમાં તનાવ અનુભવાતો હતો. એ તનાવ વધતાં તેને લાગવા લાગ્‍યું હતું કે આ માણસ પોતાનો બાપ ન હોઈ શકે. તેણે ચૂપકેથી પેટર્નિટી ટેસ્‍ટ કરાવવાનું વિચાર્યું. એ વખતે તેને હતું કે કદાચ તેના અને લાવિનિયાના પિતા બીજા જ કોઈ હશે. જોકે જે રહસ્‍ય ઉજાગર થયું એ વધુ ચોંકાવનારું હતું. પેટર્નિટી ટેસ્‍ટ માટે મિશેલે પોતાની બહેન લાવિનિયા અને પિતા ત્રણેયની ડીઑક્‍સિરીબો ન્‍યુક્‍લેઇક ઍસિડ (DNA) એટલે કે મૂળભૂત કોષોની ટેસ્‍ટ કરાવી હતી. એમાં જાણવા મળ્‍યું કે લાવિનિયા અને તેના પિતાના જનીન મળતા આવે છે, પણ પોતે આ પિતાની જૈવિક દીકરી નથી, તેના પિતા કોઈક બીજા જ છે. જોડિયાં બહેનો એક જ સાથે જન્‍મી હોવાથી બન્નેનાં બર્થ-સર્ટિફિકેટમાં હોસ્‍પિટલ અને જન્‍મનો સમય એકબીજાથી લગભગ મિનિટોનાં અંતરે છે. એમ છતાં બન્નેનાં પિતા અલગ છે. આવું કઈ રીતે શક્‍ય બન્‍યું અને મિશેલના ખરા પિતા કોણ છે એ તો તેની મમ્‍મી જ કહી શકશે.

(9:50 AM IST)