<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

મૃત બોયફ્રેન્‍ડના અંતિમ સંસ્‍કાર કરવા માટે બે ગર્લફ્રેન્‍ડ વચ્‍ચે થઈ હાથાપાઈ

કોફિનની ઉપર ચડીને બન્નેએ જે હાથાપાઈ કરી એ જોઈને ત્‍યાં હાજર લોકો બઘવાઈ ગયા

ન્‍યુયોર્ક,તા.૧૭: પુરુષો એકસાથે બે-ત્રણ ગર્લફ્રેન્‍ડ્‍સ રાખતા હોય એવા કિસ્‍સા તો આપણે બહુ સાંભળ્‍યા. પોતાનો બોયફ્રેન્‍ડ કે પતિ રંગેહાથ બીજા કોઈની સાથે પકડાય તો ધમાલ મચી જાય છે એવા કિસ્‍સાઓ પણ બહુ જોયા. જોકે અમેરિકામાં એક ફયુનરલમાં મૃત યુવકની બે ગર્લફ્રેન્‍ડ્‍સ વચ્‍ચે અંતિમ સંસ્‍કાર માટે ઝઘડો થઈ ગયો. વાત એમ હતી કે તેમને ખબર નહોતી કે તેમનો બોયફ્રેન્‍ડ એક જ છે. અંતિમ સંસ્‍કાર માટે યુવકના શરીરને કોફિનમાં મૂકીને છેલ્‍લી ક્રિયાઓ થઈ રહી હતી ત્‍યારે બે યુવતીઓ પોતાના બોયફ્રેન્‍ડને છેલ્‍લી વિદાય આપવા ત્‍યાં ભેગી થઈ ગઈ હતી. બોયફ્રેન્‍ડના મૃત શરીર પાસે જ તેમને ખબર પડી કે બોયફ્રેન્‍ડ તે બન્નેને ચીટ કરી રહ્યો હતો. જોકે આ ખુલાસા પછી પણ બન્ને જીદ પર મક્કમ રહી કે ગર્લફ્રેન્‍ડ તરીકે છેલ્‍લી ક્રિયાનો હક તો મારો જ છે. કોફિનની ઉપર ચડીને બન્નેએ જે હાથાપાઈ કરી એ જોઈને ત્‍યાં હાજર લોકો બઘવાઈ ગયા. ઘડીક પહેલાંનું શોકમગ્ન વાતાવરણ અચાનક યુદ્ધના મેદાનમાં તબદીલ થઈ ગયું અને પરિવારજનો બન્ને છોકરીઓથી પોતાના દીકરાના કોફિનને છોડાવવામાં લાગી પડ્‍યા.

(3:59 PM IST)