<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

અવકાશ જગતમાંથી બ્રહ્માંડના રહસ્યો ખોલતા અને વિજ્ઞાન જગતને હચમચાવી નાખતા, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો ઐતિહાસિક આંકડાઓનો ભાંડો ફોડઃ નાસાના જગપ્રસિદ્ધ હબલ સ્પેસ ટેલિસ્કોપે પોતાના ૩૬ વર્ષના લાંબા અને રોમાંચક પ્રવાસમાં પૃથ્વીની આસપાસ પૂરી ૨ લાખ પ્રદક્ષિણાઓ (Orbits) પૂરી કરી નાખી છે અને અવકાશમાં અદભુત નજર દોડાવીને કુલ ૧૭ લાખ બ્રહ્માંડના અદભુત નિરીક્ષણો કરીને આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા

અવકાશ વિજ્ઞાનની સીમાઓને વટાવી જનારા આ અતિ-ખતરનાક, હાઈ-ટેક અને અકલ્પનીય સિદ્ધિના ખેલથી નાસા (NASA), ઇસરો (ISRO) અને દુભર વૈજ્ઞાનિક સંસ્થાઓના ઉડી ગયા હોશઃ વોશિંગ્ટનથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હીઃ વિશ્વના અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસને બદલી નાખતો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! અમેરિકી અવકાશ સંસ્થા નાસા દ્વારા વર્ષો પહેલાં અંતરિક્ષમાં મોકલવામાં આવેલું હબલ સ્પેસ ટેલિસ્કોપ આજે પણ અવિરતપણે બ્રહ્માંડની અનહદ ઊંડાણોમાં ડોકિયા કરી રહ્યું છે. ૩૬ વર્ષના પોતાના ઐતિહાસિક કાર્યકાળ દરમિયાન આ ટેલિસ્કોપે પૃથ્વીની આસપાસ અવિરત ચક્કર લગાવીને પૂરી ૨,૦૦,૦૦૦ (બે લાખ) પ્રદક્ષિણાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી છે. માત્ર એટલું જ નહીં, પરંતુ બ્રહ્માંડના રહસ્યો બહાર લાવવા માટે તેણે અત્યાર સુધીમાં કુલ ૧૭,૦૦,૦૦૦ (સત્તર લાખ) થી વધુ બ્રહ્માંડીય નિરીક્ષણો કરીને અદ્ભુત તસવીરો અને ડેટા પૃથ્વી પર મોકલ્યા છે.
હબલ સ્પેસ ટેલિસ્કોપે છેલ્લાં ૩૬ વર્ષથી બ્રહ્માંડની અતિ દૂરની ગેલેક્સીઝ (આકાશગંગા), નેબ્યુલા( નિહારીકા), સોલાર સિસ્ટમ્સ( સૌર મંડળ), એક્ઝો પ્લેનેટ્સ( આપણા સૂર્યમંડળ બહારના ગ્રહો)વગેરેની પણ યાદગાર શોધ કરી છે.
નાસાનાં સૂત્રોાએ એવી માહિતી આપી છે હબલ સ્પેસ ટેલિસ્કોપ કે પૃથ્વીથી અતિ અતિ દૂરના અંતરના એક સુપરનોવા(આપણા સૂર્ય કરતાં પાંચ- છ ગણા મોટા તારાનું મૃત્યુ થાય ત્યારે થતી વિસ્ફોટની ઘટનાને ખગોળશાસ્ત્રની ભાષામાં સુપરનોવા કહેવાય છે) નું નિરીક્ષણ કરતું હતું તે દરમિયાન તેણે પૃથ્વીની ૨,૦૦ ,૦૦૦ પ્રદક્ષિણા પૂરી કરી છે.
બીજા શબ્દોમાં કહીએ તો ૧૯, સપ્ટેમ્બરે હબલ સ્પેસ ટેલિસ્કોપે પૃથ્વી ફરતે આઠ અબજ કિલોમીટરનો અતિ દીર્ઘ પ્રવાસ પણ પૂરો કર્યો છે.ગૌરવની બાબત તો એ છે કે હબલે તેની ૩૬ વર્ષની ઉજળી યાત્રા દરમિયાન અનંત, અફાટ, અજીબોગરીબ બ્રહ્માંડમાં ૧૭ લાખ પ્રકારનાં વિવિધ નિરીક્ષણો પણ કરીને ખગોળવિશ્વને પૃથ્વીથી નજીકના તારાથી લઇને અતિ અતિ દૂરની આકાશગંગાઓની અદભુત ઇમેજીસ(છબી)ની ભેટ આપી છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ હજી ૨૦૩૦ના અંત સુધી કાર્યરત રહે તેવી શક્યતા છે.
હબલ સ્પેસ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ૨૭,૦૦૦ કિલોમીટર( પ્રતિ કલાક) ની અતિ તીવ્ર ગતિએ એક દિવસમાં પૃથ્વીની ૧૫ પ્રદક્ષિણા પૂરી કરે છે. હબલને પૃથ્વીનું એક ચક્કર પૂરું કરતાં ૯૦ મિનિટ થાય છે. આમ તો નાસાએ હબલ સ્પેસ ટેલિસ્કોપને ૧૫ વર્ષ માટે જ કાર્યરત કર્યું હતું. જોકે હબલે ૧૫ વર્ષની કામગીરી દરમિયાન પહેલી જ વખત બ્રહ્માંડનાં અજીબોગરીબ આશ્ચર્યોનો અને રહસ્યોનો તાગ મેળવ્યો. પરિણામે નાસા સહિત વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓને બ્રહ્માંડ વિશે પહેલી જ વખત વિશિષ્ટ માહિતી મળી.

 

(5:03 PM IST)