News of Thursday, 9th July 2026
H1B વિઝા કૌભાંડમાં અમેરિકા લાલચોળ: દિગ્ગજ ભારતીય IT કંપની સામે કાનૂની સકંજો: અબજો ડોલરના બિઝનેસ પર સંકટ
નિયમો નો નેવે મૂકી વિઝા મેળવ્યાનો આક્ષેપ: યુએસ લેબર ડિપાર્ટમેન્ટ અને ઇમિગ્રેશન એજન્સીઓની સંયુક્ત તપાસ: કંપનીને બ્લેકલિસ્ટ કરવા સુધીની તૈયારી

નવી દિલ્હી: વોશિંગ્ટનથી મળેલા સત્તાવાર અહેવાલો અનુસાર, અમેરિકાની ફેડરલ એજન્સીઓએ એક અગ્રણી ભારતીય આઇટી કન્સલ્ટિંગ ફર્મ (IT Consulting Firm) પર H1B વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ કથિત રીતે 'વિઝા લોટરી' સિસ્ટમમાં જીતવાની તકો વધારવા માટે એક જ કર્મચારીની બહુવિધ આઇડેન્ટિટી અને બોગસ પ્રોજેક્ટ્સ દર્શાવીને અરજીઓ સબમિટ કરી હતી.
વિઝા સાથે જોડાયેલા આ મોટા ગોરખધંધા અને ગેરરીતિઓ સામે આ કડક પગલું અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સેની 'ટાસ્ક ફોર્સ ટુ એલિમિનેટ ફ્રોડ' (Task Force to Eliminate Fraud) અંતર્ગત ઉઠાવવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર, અમેરિકી શ્રમ વિભાગ હેઠળ કામ કરતી સંસ્થા 'ઓફિસ ઓફ ધ ઇન્સ્પેક્ટર જનરલ' (OIG) દ્વારા આ આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. OIGની તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે:
•ફેક એપ્લિકેશન્સ: કેટલાય નિયુક્તા (એમ્પ્લોયર્સ) અને લેબર બ્રોકર્સે ભેગા મળીને વિઝા મેળવવા માટે નકલી કે બનાવટી અરજીઓ સબમિટ કરી હતી.
•વિદેશી કર્મચારીઓનું શોષણ: વિદેશથી આવતા આ કામદારોનું શોષણ કરવામાં આવતું હતું. તેની પાસેથી નિયમ કરતા ખૂબ જ ઓછા વેતને પરાણે કામ કરાવાતું હતું અને તેમના પગારમાંથી ગેરકાયદે રીતે કપાત પણ કરવામાં આવતી હતી.
અમેરિકનોની નોકરીઓ છીનવાઈ: બજારમાં ઓછી મજૂરીવાળા વિદેશી કર્મચારીઓનો ભરાવો કરી દેવાયો હતો, જેના કારણે સ્થાનિક અમેરિકી લોકોને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું અને તેમની નોકરીઓ છીનવાઈ ગઈ હતી.
બુધવારે 'ફોક્સ બિઝનેસ' સાથેની વાતચીતમાં શ્રમ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ એન્થોની ડી એસ્પોસિટોએ આ કડક કાર્યવાહીની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'અમે આ મામલે અત્યાર સુધીમાં ડઝનબંધ સમન્સ ઇસ્યુ કરી દીધા છે. અમે એ સુનિશ્ચિત કરીશું કે તપાસમાં મળેલા તમામ પુરાવા અને કડીઓના મૂળ સુધી પહોંચી શકાય.'
IT સેક્ટરની જાણીતી કંપની કોગ્નિઝન્ટનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, 'અમારી પાસે એવા કેટલાક વ્હિસલબ્લોઅર્સ (બાતમીદારો) હાજર છે, જેઓ 'કોગ્નિઝન્ટ' જેવી મોટી કંપનીઓ વિશે મહત્ત્વની માહિતીઓ આપી રહ્યા છે. આ કંપનીઓ પર્મ અને H-1B વિઝા સાથે જોડાયેલા વિવાદોમાં પહેલાથી જ ચર્ચામાં રહી છે.'
તપાસ એજન્સીએ સાફ કર્યું છે કે, વિદેશી ગેસ્ટ વર્કર વિઝા સિસ્ટમનો ગેરઉપયોગ કરનારા અને માનવ તસ્કરી તેમજ જબરન મજૂરી કરાવતા આખા નેટવર્કને તોડી પાડવા માટે તેઓ કટિબદ્ધ છે. મજબૂર મજૂરોનું શોષણ કરનારી અને અમેરિકનોનો હક છીનવતી તમામ સાજિશોને જડમૂળથી ખતમ કરવામાં આવશે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
