તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મચાવ્યો ટેક્નોલોજીની દુનિયામાં સૌથી મોટો પિશાચી અને ધડાકાભેર ભૂકંપઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું નામ કાયમ માટે બદલીને સીધું 'સુપર ઈન્ટેલિજન્સ' કરી નાખવાનો કાળમુખો અને તાનાશાહી આદેશ સટાકથી કરી દીધો લાગુ
સિલિકોન વેલીના અબજોપતિઓ અને દિગ્ગજ ટેક કંપનીઓના ઉડી ગયા હોશઃ ટ્રમ્પના આ ઘાતક અને સનસનાટીભર્યા ફરમાનથી વૈશ્વિક ટેક જગતની છાતીના પાટિયા બેસી ગયા અને આખી દુનિયામાં મચી ગયો હાહાકાર

નવી દિલ્હી:ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ જગતને મૂળમાંથી હચમચાવી દેતો, કાળજું કંપાવી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, સનસનાટીભર્યો અને ચોંકાવનારો કિસ્સો અમેરિકાના પાવર કોરિડોરમાંથી સામે આવ્યો છે! અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ધાક બેસાડતા ટેક જગતને ધ્રુજાવી દેતું એક એવું અતિ આશ્ચર્યજનક ફરમાન બહાર પાડ્યું છે કે, હવેથી સમગ્ર દુનિયામાં 'AI' (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) તરીકે ઓળખાતી આખી ટેક્નોલોજીનું સત્તાવાર નામ બદલીને 'સુપર ઈન્ટેલિજન્સ' કરી નાખવામાં આવ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી છે, જેનું શીર્ષક 'સૂપર ઇન્ટેલિજન્સના યુગની શરૂઆત' છે. આ આદેશ હેઠળ સરકારી વિભાગો અને એજન્સીઓને સત્તાવાર પત્રવ્યવહાર, વેબસાઇટ્સ, રિપોર્ટ્સ અને નીતિગત દસ્તાવેજોમાં 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' અને 'AI'ની જગ્યાએ 'સૂપર ઇન્ટેલિજન્સ' અને 'SI' શબ્દોનો ઉપયોગ કરવાનો રહેશે. જોકે, આ ફેરફાર અગાઉના રેકોર્ડ, જૂના નિયમો કે સરકારી કરાર પર લાગુ થશે નહીં.
ટ્રમ્પ વહીવટી તંત્રનું માનવું છે કે આજના આધુનિક AI સિસ્ટમની ક્ષમતાઓ માત્ર માનવ બુદ્ધિમત્તાની નકલ કરવા સુધી સીમિત નથી. આ ટેક્નોલોજી હવે વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર અને માનવ પ્રયાસોના દરેક ક્ષેત્રમાં અશક્ય લાગતા કામોને સંભવ બનાવી રહી છે. આથી, સરકારની શબ્દાવલિ પણ ટેક્નોલોજીની આ વ્યાપક ક્ષમતાઓને દર્શાવતી હોવી જોઈએ. હાલમાં આ માટે કાયદામાં AIની જૂની વ્યાખ્યા જ લાગુ રહેશે, પરંતુ વૈજ્ઞાનિક સહાયકને આગામી 60 દિવસમાં સંસદ સમક્ષ નવો પ્રસ્તાવ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજો- જેમાં ઈલોન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ અને જેસન હુઆંગ જેવા અગ્રણીઓ સામેલ હતા. સાથેની બેઠક બાદ આ આદેશ આવ્યો છે. પ્રમુખ ટ્રમ્પે આ તકનીકી બદલાવને અમેરિકા માટે અભૂતપૂર્વ અવસર ગણાવતા કહ્યું કે આ ઇન્ટરનેટથી પણ મોટો બદલાવ સાબિત થઈ શકે છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
